Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
(૧૭૦)બ જ જય મા મો માં કામ કરવા માટે કામ કબ જ ખબ જ
થનપુષ્પાંજલિ
જેમ-જેમ આ બધી માહિતી વધુમાં વધુ ભરાતી જશે તેમ-તેમ માહિતી પણ વધુ સારી રીતે મળતી હશે અને જૈન સાહિત્યના અભ્યાસ તેમ જ સંશોધનના ક્ષેત્રમાં એક નવા યુગનો ઉદય થતો જશે. ભવિષ્યમાં internetવડે પણ વિશ્વભરના જિજ્ઞાસુઓ આ માહિતીનો યોગ્ય રીતે લાભ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન છે.
સંગ્રહાલયની કલાકૃતિઓની વિસ્તૃત માહિતીને કમ્યુટર પર સંગૃહીત કરવા માટે પણ એક ખાસ પ્રોગ્રામ વિકસિત કરવામાં આવ્યો છે.
આ સિવાય સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોની જટિલ કંપોઝિંગની સરળતા માટે ડબલ એન્ટ્રી નામનું એક પ્રોગ્રામ બનાવવામાં આવેલ છે જેનાથી વિદ્વાનોનો પ્રૂફરીડિંગનો ઘણો સમય બચે છે. એવી જ રીતે સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથોના પરિશિષ્ટમાં આપવાના યોગ્ય શબ્દોની સૂચિ બનાવવા માટેÉord Index પ્રોગ્રામ ખાસ પ્રકારે તૈયાર કરાયો છે. એનાથી સંશોધકોનો ઘણો બધો સમય બચી જાય છે. સૂચિપત્ર પ્રકાશન
સંસ્થાગત હસ્તપ્રતોની જુદી-જુદી ઉપયોગી માહિતી અનેક રીતે પ્રસ્તુત કરતું બહુ ઉપયોગી કૈલાસશ્રુતસાગર હસ્તલિખિત સૂચિપત્ર પ્રકાશનાધીન છે. ૫૦થી વધુ ભાગોમાં છપાનારા આ સૂચિપત્રનો પ્રથમ ભાગ પ્રકાશિત થઈ ચૂક્યો છે. આ સૂચિપત્રમાં હસ્તપ્રત, કૃતિ, વિદ્વાન, વર્ષ, સ્થળ આદિને કેન્દ્રમાં રાખી જુદી-જુદી માહિતી આપવાનું આયોજન છે.
આ જ્ઞાનમંદિરની જિનશાસન પ્રત્યે કટિબદ્ધતા વિશેષ ફળ શ્રીસંઘને સમયે-સમયે મળતા રહ્યા છે. જેમ કે બહુશ્રુત વિદ્વાન મુનિપ્રવર શ્રી યશોવિજયજી પોતાના સીમાસ્તંભરૂપ ઐતિહાસિક સર્જન દ્વાત્રિશત્ કાત્રિશિકાની પ્રસ્તાવનામાં લખે છે કે “પરમ પૂજય શ્રુતસંરક્ષક રાષ્ટ્રસંત આચાર્યદેવશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાને તો આ મંગલ અવસરે કેમ વીસરાય ? શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી જ્ઞાનભંડાર-કોબામાંથી એકીસાથે મહિનાઓ સુધી ૪૦૦-૫૦૦ કિંમતી પુસ્તકો અપાવવામાં તથા મારા માટે અનેક કિંમતી પુસ્તકો મંગાવી આપવા તેઓશ્રીએ દાખવેલી ઉદારતા વિના ન લતા ટીકાની રચના ખૂબ જ વામણી બની જાત એમાં કોઈ સંદેહ નથી.”
આવા અન્ય પણ દુઃશક્ય ગણાતાં જિનશાસન માટે ગૌરવરૂપ કાર્યો જુદા-જુદા વિદ્વાનો વડે આ જ્ઞાનભંડારના સહયોગથી થઈ રહ્યાં છે.
ખરેખર, આ મહાન કાર્ય સકળ શ્રી જૈન સંઘ અને જૈન સમાજનું પોતીકું કાર્ય છે. આનાથી આપણે આપણા સાહિત્યની સમૃદ્ધિ અને આપણા ગૌરવવંતા ઇતિહાસ વિશે જાણી શકીશું. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની અમદાવાદ શાખા
અમદાવાદના પાલડી વિસ્તારમાં જ્યાં જૈન પરિવારો મહદ્ અંશે વસે છે ત્યાં સત્યાગ્રહ આશ્રમ પાસે આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબાની પેટા શાખાનો હંગામી આરંભ ૧૯ નવેમ્બર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org