Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 179
________________ -f= શિક્ષિ( જ્ઞાન પુષ્પાંજલિ ) યશોવિજય જૈન ગ્રંથમાલા (series) હેઠળછપાયેલ ક્યા ક્યા ગ્રંથોનું પુનર્મુદ્રણ બાકી છે? નાડપત્ર ઉપર લખાયેલ ઉપદેશમાલા ગ્રંથ અને એની સિદ્ધર્ષિગણિએ બનાવેલ કથા ભાગરહિત ટીકા ભારતના ક્યા-કયા ભંડારોમાં છે અને તે પોથીઓનો નંબર શું છે? –મહોપાધ્યાયશ્રી યશોવિજયજીના પોતાના હાથની લખાયેલ હસ્તપ્રતો કોઈ ભંડારમાં ખરી? ગ્રંથોનું નામ શું? –સૌથી જૂનામાં જૂનો લખાયેલ જૈન ગ્રંથ કયો? –કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિના યોગશાસ્ત્ર ગ્રંથની વિ. સં. ૧૫OO પહેલાં લખાયેલ અને સંશોધિત પાઠ શુદ્ધિ કરેલ હસ્તપ્રતો કઈ કઈ? –જ્ઞાનની આશાતનાના કટુફલ અને એના ઉપાયને બતાવતી કથા કઈ? નવપદ ઓળીની આરાધના વિધિ કઈ પુસ્તકમાં હશે? –શત્રુંજય તીર્થની ઐતિહાસિક વિગતો ક્યાંથી મળશે? -તારાતંબોલનગરી વિશેનો લેખ કોઈક સામયિક(magazine)માં છપાયો હતો, કઈ મૅગેઝિન? એનો કયા વર્ષનો કયો અંક ? –કલમરાલ શબ્દથી પ્રારંભ થતો સરસ્વતી સ્તોત્ર કયા પુસ્તકમાં હશે? કેટલામા પાના ઉપર હશે ? અસંખિજ્જ નામનું અધ્યયન (chapter) કયા ગ્રંથનું છે? –અસઈ અદુવા અસંતખુત્તો એવું અંતિમ વાક્ય કયા ગ્રંથના કયા અધ્યાયનું છે? –સંજીવની ટીકા એ કયા ગ્રંથની ટીકાનું નામ હશે ? તપાગચ્છના મુનિભગવંતોએ રચેલ સાહિત્ય કયું? –આબુ તીર્થ અને એની કલા-કારીગરી વિશે વિસ્તારથી માહિતી આપતું ગુજરાતી ભાષાનું ચિત્રયુક્ત પુસ્તક છે? –શંખેશ્વર પાર્શ્વનાથના ભક્તિગીતોવાળું પુસ્તક ખરું? આવી અને આના કરતાં અનેકગણી જટિલ માહિતી જ્ઞાનમંદિરની આ નવી પદ્ધતિથી મળી શકે છે. છેલ્લાં લગભગ પંદર વર્ષોની મહેનતથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. કૃતિઓની વિષયાંકન માહિતી ભરવાનું કામ હજી પ્રાયોગિક તબક્કામાં છે. ખૂબ જ અગત્યનું આ કાર્ય છે પણ ખૂબ જ ખર્ચાળ કામ છે. શ્રમ, સમય, ચોક્કસાઈ અને જે-તે વિષય ઉપર લધુતમ પ્રભુત્વ માંગી લે એમ છે. ટાંચાં સાધનો વડે આ કાર્ય કરવું ખૂબ જ દુષ્કર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188