Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 177
________________ જલિ ભરવામાં આવે છે. ભવિષ્યમાં આ અંકોમાં આવતા મહત્ત્વના લેખોની માહિતી સૂચિમાં લેવાનો કાર્યક્રમ છે. આનાથી ઘણીબધી સંશોધનપૂર્ણ ઐતિહાસિક માહિતી કાળની ગર્તામાં જતાં બચી જશે અને વિદ્વાનોને સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકશે. ૭. પેટાકૃતિ કોઈ હસ્તપ્રત કે પ્રકાશનમાં એકથી વધારે સ્વતંત્ર કૃતિ કે કૃતિ પરિવાર (જેમ કે કલ્પસૂત્ર સહ ટીકા) જુદાં-જુદાં પાનાંઓ પર લખેલ કે છાપેલ હોય ત્યારે પ્રત્યેક કૃતિ કે કૃતિ પરિવાર માટે સ્વતંત્ર પેટાકૃતિ સંખ્યા આપવામાં આવે છે. પેટાકૃતિની અવધારણાથી નાનામાં નાની કૃતિની શોધ જ્ઞાનમંદિરમાં થઈ શકે છે. ૮. નામ આ સૂચના-પ્રણાલીમાં કોઈ પણ રચના હસ્તપ્રત, પેટાકૃતિ કે પ્રકાશનનાં મુખ્ય કે અન્ય નામો સાથે શોધ સંભવ છે. આ નામો પાંચ પ્રકારનાં હોઈ શકે છે– ૧. ક/સંપાદક પ્રદત્ત નામ આ કૃતિ | પ્રકાશનનું મુખ્ય નામ હોય છે જે કર્તા | સંપાદક દ્વારા અપાયેલ હોય છે. ૨. સ્પષ્ટ નામ–આ નામ જ્ઞાનમંદિરમાં કૃતિ, પ્રત, પ્રકાશન કે પટાંક નામ માટે સ્પષ્ટતાપૂર્વક બનાવવામાં આવે છે. આમાં સહ, વ, કા, કી, કે(ષષ્ઠી વિભક્તિ)યુક્ત નામો હિન્દી ભાષામાં ચીવટપૂર્વક બનાવી પ્રવિષ્ટ કરાયેલાં હોય છે. જેમ કે (૧) કલ્પસૂત્ર સહ (સં.) ટીકા વ મૂલ તથા ટીકા કા (ગુ.) અનુવાદ (૨) કલ્પસૂત્ર કી સુબોધિકા ટીકા કા બાલાવબોધ. ૩. સામાન્ય નિર્મિત નામ–પદો વગેરેમાં કૃતિનું નિશ્ચિત નામ ન મળતું હોય ત્યારે વિવેકાધીન, નિયમોને અનુલક્ષીને કૃતિનો પરિચય થાય એવી રીતે નામ આપવામાં આવે છે. ૪. કર્તા/સંપાદક પ્રદત્ત ઉપનામ(અપરનામ)–ઘણી વખત સંપાદક સ્વયં એક જ કૃતિ પ્રકાશનને એકથી વધારે નામ આપે છે. ૫. રૂઢ કે પ્રચલિત અન્ય નામ–ઘણી વખત વાચક, પ્રતિલેખક વગેરે દ્વારા કૃતિની ખાસ લાક્ષણિકતા, વિશેષતાના આધારે કોઈ કૃતિ માટે ખાસ નામ લોકમાં રૂઢ થયેલ હોય છે. ઉપર્યુક્ત પાંચેય પ્રકારનાં નામોથી અહીં ક્વેરી | પૃચ્છા થઈ શકે છે. અહીં વિકસિત કરેલા આ પ્રોગ્રામ અંતર્ગત કોઈ પણ પ્રકાશન | કૃતિ / પુસ્તક / હસ્તપ્રતના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની નાનામાં નાની માહિતી મેળવવી હોય તો સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે, જે શિક્ષણ જગતમાં એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ મનાય છે. આ પ્રોગ્રામને આવશ્યકતા અને ઉપયોગિતા અનુસાર નિરંતર અદ્યતન બનાવવાની પ્રક્રિયા સુપેરે ચાલી રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188