Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
(૧૬૫ )
= અસર »r work * - - - we rk:e « તે ખબ જ્ઞાનપુષ્પાજલિ
કૃતિ અને કૃતિ-પરિવારની સભ્યોની કૃતિઓની માહિતીનો સંબંધ પ્રકાશન, હસ્તપ્રત અને વિદ્વાનની સાથે યથોપલબ્ધ જોડવામાં આવે છે. નિકટ ભવિષ્યમાં સામયિકો-મેંગેઝિનોમાં છપાયેલી ઉલ્લેખનીય કૃતિઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે.
કૃતિઓના વિષયાંકન (subject coding)ની પણ એક આગવી પદ્ધતિ અરો વિકસાવવામાં આવી છે, જે દરેક વર્ગના વાચક માટે ખૂબ જ ઉપયોગી અને અસરકારક નીવડશે. એની સહાયથી કૃતિમાંના બહુ જ સ્પષ્ટતા રહે તે રીતે તારવેલા ઉપયોગી વિષયોની ઠીક-ઠીક ઝીણવટભરી વિગત અધ્યાય, પેટા અધ્યાય સુધીની પણ મળી શકે છે, જેથી વાચકને એના ઇચ્છિત વિષય માટે આખા દળદાર પુસ્તકને ન ફેંદવું પડે. ૨. પ્રકાશન સંબંધી માહિતી :
પ્રકાશનનાં એક કે વધુ પ્રચલિત નામ, ખંડ અને ભાગ વગેરે, આવૃત્તિ, એક કે વધારે પ્રકાશકનાં નામ, પ્રકાશન સ્થળ, પ્રકાશન વર્ષ, પૃષ્ઠ, પ્રકાશન સંબંધી વિશેષ માહિતી, એક કે વધુ સંપાદક-સંશોધક-સંગ્રાહક-સંયોજક-સંકલનકાર, એક કે વધુ ગ્રંથમાળા સંબંધી માહિતી વગેરે બાબતોની માહિતી કમ્યુટર પર સમાવી લેવાય છે. પ્રકાશનમાં રહેલ દરેક કૃતિની માહિતી પણ વ્યવસ્થિતપણે નોંધવામાં આવે છે. જેમ કે સજ્જન સન્મિત્ર જેવા મહાકાય પ્રકાશનની તો ૧૦00થી વધુ કૃતિઓ નોંધવામાં આવેલ છે.
લાઇબ્રેરી પ્રોગ્રામમાં એક વધુ અતિ ઉપયોગી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેના અન્વયે પ્રત્યેક પ્રકાશન માટે લાક્ષણિકતા-સૂચક શબ્દોના સંયોજન માટે ભિન્ન-ભિન્ન પ્રતિનિધિ સમૂહ બનાવ્યા છે. આ અન્વયે અક્ષર, અનુષ્ઠાન, પરિશિષ્ટ, પ્રકાશન, વાચક, મુદ્રણ પ્રકાર, સંગ્રહ વગેરે મૂળ સમૂહ અંતર્ગત સવાસોથી પણ વધુ લાક્ષણિકતા-સૂચક શબ્દોનો સમાવેશ થાય છે. કોઈ પણ પ્રકાશનને એની લાક્ષણિકતા, સ્વરૂપ, ક્લેવર, ઉપયોગિતા તથા સંબંધિત વાચકો માટે આ શબ્દોના કોડ લગાવાઈ રહ્યા છે. એનાથી વાચકોને સંદર્ભ સેવામાં પહેલાં કરતાં વધુ ઝડપ આવી છે તથા આવાં પ્રકાશન જેને સંભવતઃ એમનાં નામથી શોધવાં લગભગ અશક્ય લાગતાં હતાં તે આજે સામાન્ય લાક્ષણિકતાના આધારે સરળતાથી શોધી શકાય છે. અનોખી અને અદ્ભુત આ માહિતી પદ્ધતિ વિદ્વાન વાચકો અને સંશોધકો માટે તો ખરી જ પણ કોઈ બાળકો માટે પણ તે એટલી જ ઉપયોગી સિદ્ધ થઈ ચૂકી છે. આ માહિતી પદ્ધતિમાં નિરંતર વિકાસ માટે સંસ્થા પ્રયત્નશીલ છે, જાગરૂક છે. ૩. પ્રત / પુસ્તક સંબંધી માહિતી
મુદ્રિત પ્રત / પુસ્તકના અનુક્રમાંક, મૂલ્ય, દેય | અદેય, પુસ્તકની સ્થિતિ, પ્રાપ્તિસ્રોત તથા પુસ્તક સંબંધિત વિશેષ માહિતીનો સમાવેશ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org