Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જ્ઞાન પુષ્પાંજલિ
મનોમંદિ૨માં સંસ્કૃતબુકો રચવાનો મનોરથ થયો. પરાયાં વ્યાકરણશાસ્ત્રો ઉપર જીવતા ચતુર્વિધસંઘને જોઈને કલિકાલસર્વજ્ઞશ્રીને જેમ અભિનવ વ્યાકરણ રચવાનો મનોરથ થયો હતો તેમ. પૂ. ગરુદેવોના મંગલ આશીર્વાદને લઈને સં. ૨૦૦૧ની સાલમાં પ્રથમાબુક રચવાનો શુભપ્રયાસ શરૂ થયો. સં. ૨૦૦૪માં અધ્યાપનાર્થે પાટણ આગમન થયું અને સં. ૨૦૦૫માં પ્રથમાની સમાપ્તિ થઈ. તત્પશ્ચાત્ સં. ૨૦૦૫માં મધ્યમાબુકનો પ્રારંભ થયો અને સં. ૨૦૦૮માં પૂર્ણતાને પામી. બંને બુકના નિર્માણ પછી અભ્યાસક વર્ગે આ બંને બુકનો અભ્યાસ કરી સંતોષ ધારણ કરી પંડિતજીના પ્રયાસનો સુંદર પ્રતિભાવ વ્યક્ત કર્યો અને તે પ્રતિભાવથી પ્રેરાયેલ પંડિતજીએ સં. ૨૦૩૧માં ઉત્તમા (ત્રીજી બુક)નો આરંભ કર્યો અને ઉત્તમા પણ સં. ૨૦૩૫માં સમાપ્ત થઈ. આ ત્રણેય સંસ્કૃત બુકના સુંદ૨ અધ્યયન માટે ત્રણેય બુકની માર્ગદર્શિકા (ગાઈડ) પણ પંડિતજીએ સ્વયં રચી અને જગતની સામે નજરાણાની જેમ બહાર મૂકી. તદુપરાંત આ ત્રણેય બુકનો ઉદ્ધાર જેમાંથી કરાયો તે સિદ્ધહેમશબ્દાનુશાસનવ્યાકરણના સૂત્રોની યાદી (ત્રણેય બુકસ્થિત) એટલે કે બુકના નિયમો ઉપરની સૂત્રાવલીની ૨ પુસ્તિકા બહાર પાડી એમ પંડિતજીએ સ્વજીવનમાં સંસ્કૃત વિષયક આઠ-આઠ પુસ્તિકાઓ બહાર પાડી જગતના ચોકમાં મૂકીને અદ્ભુત શ્રુતોપાસના અને શાસનસેવા કરી સ્વજીવનને ધન્ય બનાવ્યું.
૧૪૯
તદુપરાંત શ્રુતજ્ઞાનની અનેક પરબ જે પાટણમાં છે તે પાટણમાં સં. ૨૦૦૪માં આવી ૨૦૫૦ સુધીના ૪૭ વર્ષ દરમ્યાન સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય-વ્યાકરણ-મહાકાવ્યવાંચન-કર્મગ્રંથ કર્મપ્રકૃતિ ઇત્યાદિ મહાગ્રંથોનો અભ્યાસ કરાવી જિજ્ઞાસુ એવા શ્રમણ-શ્રમણીવૃંદ-મુમુક્ષુ આત્માઓને તૃપ્ત કરી ચતુર્વિધ શ્રી સંઘની શ્રુતજ્ઞાનના દાન દ્વારા અદ્ભુત સેવા કરીને માતૃસંસ્થાને તથા સ્વકુલનેઉજ્જ્વળ બનાવ્યું.
જેઓએ માત્ર પાટણને જ પોતાની કર્મભૂમિ બનાવેલી તે પં. શ્રીશિવલાલભાઈની ચિંતનશક્તિ અદ્ભુત હતી. આચારનિષ્ઠા પ્રભાવિત કરે તેવી હતી. તથા પં. શ્રી છબીલદાસભાઈની જેમ સુસ્પષ્ટ વક્તા હતા.
આવા પ્રતિભાસંપન્ન પંડિતજી સં. ૨૦૫૦ના આસો વદ ૧૦ના રોજ કાળના નિયત ધર્મને સ્વીકારી સ્વદેહને તજીને પરલોકયાત્રી બન્યા. આપણા સર્વેનીવચ્ચેથી જગતનીવચ્ચે વિહરમાન થયા. પૂજ્યશ્રીનો આત્મા જ્યાં પણ વિહરમાન હોય ત્યાં સાતા-સમાધિને પામે એ જ મંગલ મનીષા.
Jain Education International
જે મનુષ્યો જિનેશ્વરના વચનને લખાવે છે, તેઓ દુર્ગતિને પામતા નથી. તેમજ મૂંગાપણાને, જડસ્વભાવને, અન્ધપણાને અને બુદ્ધિવિહીનતાને પામતા નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org