Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
(૧૬૨ )
આ
જ મ
ગ
» અ " કે " . " મ મ મ
મ મ vie're «
જ્ઞાન પપ્પાજલિ
પ્રકાશન
અપ્રકાશિત જૈનસાહિત્યનું સૂચિપત્ર તૈયાર કરવું. અપ્રકાશિત અથવા અશુદ્ધ પ્રકાશિત જૈન સાહિત્યને સંશુદ્ધ કરીને પ્રકાશિત કરવું,
(ખ)
કરાવવું.
(ગ) વર્તમાન દેશકાળને અનુરૂપ શ્રુત સંવર્ધક અને બોધદાયક સાહિત્ય પ્રકાશિત કરવું,
કરાવવું. ૪. અધ્યયન અને અધ્યાપનની સુવિધા પૂરી પાડવી
ભારતભરમાં વિહાર કરતા તથા ચાતુર્માસ દરમ્યાન સ્થિરતા કરતા પૂજ્ય સાધુસાધ્વીજી ભગવંતોને એમના અધ્યયન-અધ્યાપન અર્થે સામગ્રી પૂરી પાડવી. સ્વ-પર કલ્યાણ કરનાર ગીતાર્થનિશ્રિત સુયોગ્ય મુમુક્ષુઓને અધ્યયન અને
સંશોધન માટે સંગૃહીત માહિતી, સંદર્ભો અને પુસ્તકો પૂરાં પાડવાં. ૩. દુર્લભ હસ્તલિખિત અને મુદ્રિત ગ્રંથોની ફોટોસ્ટેટ નકલો વંદનીય સાધુ-ભગવંતો
તથા સુયોગ્ય અધ્યયનકર્તાઓને પૂરી પાડવી. વિદ્વાનોને અપ્રકાશિત શ્રુત-સાહિત્ય પ્રકાશન કરવા માટે પ્રેરિત કરવા સહયોગ તથા માર્ગદર્શન આપવું. લોકોને એમના ગૌરવવંતા ભૂતકાળ અને પૂર્વજોની મહાન ઉપલબ્ધિઓનું દર્શન કરાવવું જેનાથી એમના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થાય તથા તેઓ જૈનધર્મદર્શન તથા સંસ્કૃતિમાં પોતાની જિજ્ઞાસાની અભિવૃદ્ધિ કરતા થાય. પશ્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષાયેલાં બાળ-યુવા જન-માનસને બહારની સંસ્કૃતિના આક્રમણ સામે જાગ્રત કરી ચારિત્ર-વિકાસલક્ષી પ્રવચન, કાર્યક્રમ, શિબિર,
ગોષ્ઠી, વાર્તા અને સત્રો વગેરેનું સાર્થક આયોજન કરવું. આપણા દેશમાં પ્રથમ અને અનુપમ એવું આ જ્ઞાનમંદિર આજે અનેક સેવાલક્ષી યોજનાઓ સાથે પોતાના નિમ્નલિખિત ભાગ-વિભાગોના સથવારે પ્રગતિના પંથે પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર
- શ્રતોદ્ધારક દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણની અમર સ્મૃતિમાં જૈન અને આર્ય સંસ્કૃતિના અમૂલ્ય ખજાનારૂપ આ હસ્તપ્રત સંભાગનું નામકરણ કરવામાં આવ્યું છે. અહીં આગમ, ન્યાય, દર્શન, યોગ, સાહિત્ય, વ્યાકરણ, જ્યોતિષ, આયુર્વેદ, ઇતિહાસ વગેરે વિષયો સંબંધિત લગભગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org