Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧) - * - * * * * * * - - - - - - - - - શાનપુષ્પાંજલિ )
કલિકાલમાં બેનમૂન એવું શ્રુતસંરક્ષક, સમુદ્ધારક અને સંવર્ધક
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ \ જ્ઞાનમંદિર-કોબાતીર્થ /
પ. પૂ. મુનિરાજશ્રી અજયસાગરજી મ. સાહેબ 8 આધુનિક યુગમાં મોક્ષમાર્ગના બે મુખ્ય આધારસ્તંભ છે : (૧) જગતને આધ્યાત્મિક પ્રકાશપુંજ આપનાર જિનબિંબની ભક્તિભાવ સહિત પૂજા અને (૨) જિનાગમની જ્ઞાનલક્ષી ઉપાસના. આ બન્નેનો સમન્વય અર્થાત્ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ. જિન શાસનની પ્રમુખ સંસ્થાઓમાં આ કેન્દ્ર ખૂબ જ અલ્પ સમયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અત્રે ધર્મ અને આરાધનાની એક-બે નહીં પણ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો મહાસંગમ થયો છે.
આ કેન્દ્ર દ્વારા સંપન્ન કાર્યોથી લાભાર્થીઓની સંખ્યા રોજે-રોજ વધતી રહી છે. દેરાસર એક તીર્થરૂપે પ્રસ્થાપિત બન્યું તથા વિશાળ જ્ઞાનસાગરરૂપ અધ્યયન કેન્દ્ર આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આજે સૌથી વિશાળ અને સૌથી સક્રિય જૈન જ્ઞાનભંડાર છે.
- શ્રી જિનશાસનના એકાંત કલ્યાણકારી પણ ઉપેક્ષિત પ્રાચીન જ્ઞાનવારસાને સુરક્ષિત કરી જિનશાસનને સમર્પિત પણ એ જ્ઞાનવારસા સુધી પહોંચવામાં લાચારી અનુભવતી વર્તમાન અને ભાવી પ્રતિભાઓ સુધી આ જ્ઞાનવારસાને પહોંચાડવાના ધ્યેયને વરેલ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની પ્રવૃત્તિઓ તથા અહીં ઉપલબ્ધ માહિતી અને સુવિધાઓની એક ઝલક આપવાનો અત્રે પ્રયાસ કરવામાં આવ્યો છે. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના ઉદ્દેશો:
૧. ધાર્મિક-સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ : આપણા પ્રાચીન વારસારૂપ હસ્તપ્રત, કલા સ્થાપત્યોનું એકત્રીકરણ, સંરક્ષણ અને ઉપયોગ તથા સંશોધનથી પ્રાપ્ત જ્ઞાનનો બહુ ઉદ્દેશીય હકારાત્મક પ્રસાર કરવો.
૨. બૃહદ્ જૈન સાહિત્ય અને સાહિત્યકાર કોશ પરિયોજના : આ પરિયોજનાનું મુખ્ય કાર્ય છે(અ) તમામ ઉપલબ્ધ જૈનસાહિત્યની વિસ્તૃત સૂચિ તૈયાર કરવી જેમાં :
તમામ હસ્તલિખિત જૈનસાહિત્યની વિસ્તૃત સૂચિ તૈયાર કરવી.
તમામ મુદ્રિત જૈન સાહિત્યનો વિસ્તૃત સૂચિપત્ર તૈયાર કરવો. (આ) પ્રાચીન-અર્વાચીન જૈન વિદ્વાનો(શ્રમણ અને ગૃહસ્થ બન્ને)ની પરંપરા અને
એમના વ્યક્તિત્વ અને કૃતિત્વથી જોડાયેલ જાણકારી સંગૃહીત કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org