Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 158
________________ ૧૪૮ ) મા મા, મા " ક " . www w w w w xxx : + મ રે વનપપ્પાજાલ ) સૂક્ષ્મક્ષિકાના સ્વામી પંડિતવર્ય છે. શ્રી શિવલાલભાઈ ! પં. શ્રી ચન્દ્રકાન્ત એસ. સંઘવી પાટણ ૪ જેમ હિમાલયમાં આવેલ માનસરોવરમાં નજર નાખીએ ત્યાં મોતીના ચારા ચરતા રાજહંસો દેખાય છે, જેમ નગરમાં જવેલર્સના શોરૂમમાં નજર નાખીએ ત્યાં સુવર્ણપટ્ટીમાં જડેલાં રત્નો તથા હીરાઓ દેખાય છે તેમ નગરના અને ગામના આભૂષણભૂત ઉપાશ્રયમાં નજર નાખીએ ત્યારે હૈમસંસ્કૃત પ્રથમા-મધ્યમા અને ઉત્તમાના દિવ્યાધ્યયનમાં-દિવ્યભાવોમાં રમતા શ્રમણશ્રમણી વૃંદ દેખાય છે. આ કલ્પના નથી પણ હકીકત છે, અનુભવ છે. તો આ સર્વાગ-સુંદર જ્ઞાનયજ્ઞના યજમાન કોણ? આવૃદ્ધગોપાલના મુખેથી એક જ જવાબ શ્રુતિપથમાં આવે છે કે આ યજ્ઞના યજમાન પંડિતપ્રવર શ્રી શિવલાલભાઈ. ગુજરાત રાજય.... બનાસનદીના તટ ઉપર પથરાયેલ બનાસકાંઠા જિલ્લો.... કલિકાલસર્વજ્ઞશ્રીની કર્મભૂમિ એવા પાટણ નગરથી ૧૨ ગાઉ દૂર કાંકરેજ તાલુકામાં આવેલ જામપુર નામનું ગામ.... અને તે ગામમાં શ્રદ્ધાસંપન્ન શ્રાવકરત્ન શ્રી નેમચંદભાઈ શ્રેષ્ઠી.... અને તેમનાં ધર્મપત્ની શ્રી રતિલા.... અને તેમના સુપુત્ર શ્રી શિવલાલભાઈ પંડિતજી.... સંવત ૧૯૭૧, માગશર વદ ૪ના અવતાર પામી બાલ્યાવસ્થાને માતા-પિતાશ્રીની પાવનીય છાયામાં પસાર કરીને કુળના સંસ્કારોના કારણે અને માતા-પિતાશ્રીની જ્ઞાનોપાસનાની ભાવનાને પૂર્ણ કરવા માટે ભારતભૂમિના આભૂષણભૂત શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં મંગલમુહૂર્તે પ્રવેશ પામ્યા. જન્માંતરીય વિશિષ્ટ ક્ષયોપશમ તો હતો જ અને તેમાં પંડિત પ્રવરશ્રી પ્રભુદાસભાઈ આદિ અદ્દભુત જ્ઞાનદાતા ગુરુવર્યોની પ્રાપ્તિ, અને સ્વમાં વિનય-વિવેકગુણનું સુંદર અસ્તિત્વ. આ બધા સબળ નિમિત્તોના પ્રભાવથી લગભગ ૧૦ વર્ષ સુધી માતૃસંસ્થામાં રહી દ્રવ્યાનુયોગ, વ્યાકરણ, ન્યાય, લિંગાનુશાસનાદિ અને યોગવિષયક ગ્રંથોનો સુંદર અને સૂક્ષ્મ અભ્યાસ કરીને પંડિતવર્ય તરીકે તૈયાર થયા અને માતૃસંસ્થામાં જ માતાજીની સેવા કરવા જ્ઞાનદાતાશ્રી તરીકે જોઇન્ટ થયા. શ્રી શિવલાલભાઈ પંડિતવર્યશ્રી છબીલદાસભાઈના સહાધ્યાયી હતા તથા પરીક્ષક શ્રી વાડીલાલભાઈ અને પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્યશ્રી પુખરાજભાઈ જેવા અનેક પ્રેરણા મિત્રો હતા. વ્યાકરણના વિષયમાં વિશેષ નિપુણતાને ધારણ કરતા હોવાથી સ્વકલ્યાણમિત્રોથી પ્રેરણા પામીને તથા અત્યારે ચતુર્વિધ સંઘ પરાયી સંસ્કૃતબુક ઉપર જીવી રહેલ છે તેમ જાણીને પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188