Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૭ )
મ મ મ મ મ મન એ.
જ્ઞાનપપ્પાજલિ |
સંભવે? છતાં મારા પરના ઉપકારના આકર્ષણને આધીન બનીને એમનું ઋણ અદા કરવા મેં આ કલમ ચલાવી...
તેમના ગુણનું સ્મરણ કરવાથી માનવ મહાન બની જાય છે. જેમ પાણી દૂધના સંગથી મહાન બને છે તેમ... ગુલાબ ગયું ફોરમ રહી સ્વપ્ર ગયું અને સૃષ્ટિ રહી આત્મા ગયો. અમરતા રહી... ઝગમગતો દીપક... અણધાર્યો બુઝાઈ ગયો.... ઝળહળતો સૂરજ... અણધાર્યો આથમી ગયો..
એ મહાનું આત્મા જ્યાં પણ ગયો હોય ત્યાં શાસન.. સંયમને પ્રાપ્ત કરે. એવી શાસનદેવોને પ્રાર્થના... અને જે સ્થાન પ્રાપ્ત થયું હોય ત્યાંથી આપણા સહુના ઉપર આત્મશ્રેયના આશીર્વાદ વરસાવતા રહે એજ શુભેચ્છા...
“તેમના ગુણોનું વર્ણન કરવું એટલે અમૃત પાસે ચપટી સાકર ધરા જેવું છે.
(O) હે પ્રભો ! તારા પ્રેમનો મને પરિચય છે. મારા અવગુણો
કરતાં, તારા ગુણો શક્તિશાળી છે. મારા દોષો ગમે તેવા ગાઢ અને રૂઢ હોય, જૂના અને જામી ગયેલા હોય તો પણ તારા ગુણો તો, ચૈતન્ય સાથે જોડાયેલા છે. મેરુ સમ અડગ છે. તારો પ્રેમ મારા દોષના દરિયાને સૂકવી શકશે. આ શ્રદ્ધાથી હું તને વળગ્યો છું. પ્રભુપદ વળગ્યા તે રહ્યા સાજા, તે રહ્યા સાજા, અળગા અંગ ન સાજા રે....મનમોહન સ્વામી.
(O)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org