Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
( ૮૩ ) s
u
r - ર - - - - - -
- - -
- - - - -
શાને પુષ્પાજોલ
નિઃસ્પૃહતા :
અધ્યાપનની સાથે વિધિ-વિધાનમાં નિપુણતા, વસ્તૃત્વમાં પટુતા, પ્રશ્નોનું સમાધાન આપવામાં વિદ્વત્તા આવા વિશેષ ગુણોથી પૂ. આચાર્ય ભગવંતાદિ અને શ્રીસંઘના અગ્રણીઓના આદરણીય હતા. આમ છતાં કોઈ પણ પ્રસંગે આર્થિક સ્પૃહા તો નહિ જ, સ્પર્શથી પણ દૂર રહેતા.
કેનીંગ સ્ટ્રીટ-કલકત્તા શ્રી સંઘના તત્કાલીન પ્રમુખ શ્રી સવાઈલાલભાઈનું બંગાલસ્ટેટમાં વર્ચસ્વ હતું. પર્વાધિરાજની આરાધના નિમિત્તે પંડિતજી કલકત્તા આવતાં પરિચય થયો. વાણીથી પ્રભાવિત થયા. પર્વાધિરાજ પ્રસંગે વારંવાર સંપર્કમાં આવવાનું થયું. પંડિતજી સન્માનથી દૂર રહે છે. આ જાણવા મળ્યું છતાં તેના ઉપર પડેલા પ્રભાવથી વિશિષ્ટ સન્માનની ભાવના જાગી આ માટેનો યોગ્ય પ્રયત્ન કરી કોરો ચેક આપવાની ઈચ્છા પ્રગટ કરી, પરંતુ પંડિતજી પાસે આ વાત આવતાં વિનમ્ર ભાવે અસ્વીકાર કર્યો. સન્માન માટે આવા એક નહીં અનેક પ્રયાસો થયા, પરંતુ પંડિતજીએ પૂ. પાદ શ્રીમાન્ ઉપાધ્યાયજી મહારાજની પંક્તિ આત્મસાત કરી હતી :
“પરસ્થ મહાવ્ર, નિ:સ્પૃહત્વે મહાયુદ્ધમ્ !' સંવેદના:
પંડિતજીની છેલ્લા કેટલાક વરસથી મનોવેદના હતી - વિદ્વાન અધ્યાપકોની સંખ્યા ઘટતી જાય છે. નવા તૈયાર થતા નથી. પં. શ્રી ધીરુભાઈ આદિને કહેતા કે આ બાબત વિચારો, હું પણ સાથે છું. મારાથી બનશે તે રીતે સમય આપીશ. પંડિતજીની વેદના વાસ્તવિક હતી. તેઓ કહેતા કે વિદ્વાન્ અધ્યાપકો વિધિ-વિધાન તરફ વળતા જાય છે. પૂજનો જે રીતે વધ્યાં છે તે બાબત વર્તમાન શ્રમણ સંઘનાવડીલો વિચારતા નથી. અધ્યાપકોનો યોગ્ય પગાર આપવામાં ઉપેક્ષા સેવાઈ રહી છે. વિધિ-વિધાનમાં ઓછી મહેનતે વધુ મળે છે.
- પંડિતજીની હાજરીમાં પૂજ્યો, વિદ્વાનો અને મૃતધર્માનુરાગી શ્રાવકો સાથે વિચારણા કરી આ દિશામાં પ્રયત્ન શરૂ થયો. ત્રણેક માસમાં પંડિતજીનો સ્વર્ગવાસ થયો. પંડિતજીની ભાવના સાકાર થાય તે જરૂરી છે અન્યથા ક્રિયાત્મક ધર્મ રહેશે અને જ્ઞાનાત્મક ધર્મને હાનિ પહોંચશે જે પરિણામે જિનશાસનની શુદ્ધ પરંપરાને હાનિ પહોંચાડશે. સમતાભાવ :
સમતા તૂટી જાય, મન ભાંગી જાય, કાયા શિથિલ થઈ જાય - આવા અનેક દુઃખદ પ્રસંગો પંડિતજીને વયોવૃદ્ધ અવસ્થામાં આવ્યા.
જયેષ્ઠપુત્ર યશવંતભાઈ વ્યવહારિક અને ધાર્મિકજ્ઞાનમાં તેજસ્વી હતા. અસાધ્ય બિમારીમાં યુવાન વયે મૃત્યુ થયું. મોટી દીકરી અને જમાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા, પોતાનાં પત્ની પણ સ્વર્ગવાસી બન્યાં તથા બીજા જમાઈ પણ આકસ્મિક અવસાન પામ્યા. એક પછી એક આવેલા દુઃખદ પ્રસંગોમાં પંડિતજીની સમતા ગજબની હતી કારણ કે પંડિતજી જ્ઞાનપરિણત હતા.
આશ્વાસન આપવા આવનારને પંડિતજી કહેતા કે જીવન કર્માધીન છે, તીવ્ર ભાવે કરેલું કર્મ સમતાભાવ રાખી ભોગવવું તે જ સાચી સમજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org