Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮૫ ) + અ + +
. - -
- -
- -
*
. - tv "* *'. : (
રાનપાજલિ
- જિન શાસનરત્ન પં. શ્રી છબીલદાસ સંઘવી
[
-
શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ ૪ (એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ - ડાયરેકટર) અમદાવાદ પંડિતશ્રી છબીલદાસભાઈ સંઘવી, જૈન શાસનના આદરણીય પંડિતજી, જૈન ધર્મના અભ્યાસુએ તેમનું નામ ન સાંભળ્યું હોય તેવું ભાગ્યે જ બને ! મારા માનસપટ ઉપર તેમની છબી વર્ષો પૂર્વે અંકિત થઈ હતી પરંતુ મળવાનો સુયોગ સાંપડ્યો ન હતો. પાંચેક વર્ષ પહેલાં કોઈ એક કાર્યક્રમમાં તેઓશ્રીને મળવાનો અવસર મળ્યો અને વર્ષોની ભાવના સાર્થક થઈ. પહેલી જ મુલાકાતે મન તેમના પ્રત્યે આકર્ષિત થયું. સંસ્કૃત, પ્રાકૃત, સાહિત્ય, ન્યાય, જૈનદર્શન અને કર્મશાસ્ત્ર જેવા અનેક શાસ્ત્રના પારગામી વિદ્વાન છતાંય નમ્રતા અને નિખાલસતા ઉપર વારી જવાય. આ પ્રથમ મુલાકાત પછી તો અવારનવાર મળવા માટે મન ઉત્સુક રહેતું અને તેવા નિમિત્તો ઊભા કરીને પણ મળવાનું થયા કર્યું.
તેમણે સંસ્કૃત, પ્રાકૃત અને જૈનધર્મનાશાસ્ત્રોનો સમગ્ર અભ્યાસ મહેસાણાની યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં રહીને કર્યો. આથી પાઠશાળા પ્રત્યે લાગણી હોય તે સહજ જ ગણાય પણ અત્યંત વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા ત્યારે પાઠશાળાની શતાબ્દીનો અવસર આવ્યો. શરીર થાકેલું હતું છતાંય માતૃસંસ્થાનું ઋણ અદા કરવા યથાશક્ય તમામ પ્રયાસો કર્યા. શરીર કૃશ થઈ રહ્યું હતું. આહાર પરિમિત જ લેવાતો હતો અને તે પણ બે-ચાર દ્રવ્યો જ સ્વીકારી શકાય તેવી સ્થિતિ હોવા છતાં દાતાઓ પાસે જઈને પાઠશાળાની મહત્તા સ્થાપિત કરાવી જૈનશ્રેષ્ઠીઓ પાસેથી દાન પ્રાપ્ત કરાવ્યું. તેમના પ્રયત્નોને કારણે અન્ય તમામ પંડિતજીઓને પણ પાઠશાળા માટે દાન એકઠું કરવાની પ્રેરણા મળી અને તેથી સંસ્થાને માતબર
ન મળ્યું. સામાન્ય રીતે જૈનો જિનાલયોમાં જ દાન આપે અન્યત્ર નહીં તેવી લોકોક્તિને આ પંડિતજીએ ખોટી સાબિત કરી બતાવી.
મહેસાણાની યશોવિજય સંસ્કૃત પાઠશાળાનો એક સમય હતો જયારે પં. પ્રભુદાસભાઈ, ૫. પુખરાજજી, પં. સુખલાલજી જેવા બહુશ્રુત પંડિતો અધ્યાપન કાર્ય કરાવતા હતા. અધ્યયનનું સ્તર ખૂબ જ ઊંચું હતું અને અભ્યાસુને બધા જ વિષયોનું જ્ઞાન મેળવાનો સુયોગ પ્રાપ્ત થતો તેથી અનેક નામાંકિત પંડિતજીઓ તૈયાર થયા. પંડિત પ્રવરશ્રી પ્રભુદાસભાઈના હાથ નીચે તૈયાર થયેલા છબીલદાસભાઈને પાઠશાળાની વર્તમાન પરિસ્થિતિથી અને અધ્યયન-અધ્યાપનનું સ્તર કથળતું જતું હતું તેથી દુઃખ થતું હતું. એક તરફ સ્તરની વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org