Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૩)
.
.
- »er
sex સગા
જ આ દસ દt over
--( જ્ઞાન પુષ્પાંજલિ )
પંડિતજીનું છેલ્લા વર્ષોમાં અમારે ઘણીવાર સાનિધ્ય લેવાનું થયું તે અમારા જીવનની અમૂલ્ય ક્ષણ હતી.
છેલ્લે અમદાવાદ-પાલડી-જૈનનગર વિસ્તારમાં-શ્રી આણંદજી કલ્યાણજી પેઢી આયોજિતશ્રુતઆનંદટ્રસ્ટસંચાલિત પાઠશાળાના મકાનનું ઉદ્ધાટન પંડિતજીના કર કમલે થયું ત્યારે માર્મિક ટકોર કરેલ કે આમ તો આવા મકાનના ઉદ્દઘાટન શ્રીમંતોના હાથે થાય પણ અમૂલ્ય ક્ષણ છે કે સરસ્વતીની કદર થઈ છે. પંડિતજી ખાસ એક ટકોર કરતા કે ભણવું એતો ભણવું છે જ પણ તેના કરતાં તો ભણાવવું તે સાચું ભણવું છે.
આવા વિદ્વાન્ પંડિતવર્યના ગુણોની અનુમોદના કરતાં કરતાં મારું જ્ઞાન પણ નિર્મળ બને એવી શુભભાવના.
કાવ્ય-વિનોદ आगतो हेम गोपाल : दंङ–कम्बलमुद्वहन् । षड्दर्शन-पशुप्रायान् चारयन् जैन वाटके ।।
એકદા રાજા સિદ્ધારાજની સભામાં કામળી અને દંડ સાથે, શ્રી હેમચન્દ્રાચાર્યજી પધારી રહ્યા હતા. તેઓને આવતા જોઈ, એક પંડિતને ટીખળ કરવાનું સૂછ્યું, બોલ્યા:
આવ્યોહેમ ગોવાળ, લાકડી–કામળી ધારી,
લાકડી–કામળીએ ગોવાળિયાનું ચિહ્ન છેએસરખાવી આવું કહ્યું. પરંતુ શ્રી હેમચન્દ્રાચાર્યજી તો ભારે વિચક્ષણ વિના વિલંબે તેઓ બોલ્યા:
છદર્શન પશુઓને, ચરાવે જૈન જંગલે.
સભા બધીઆશ્ચર્યઅને આનંદમાં ડૂબી ગઈ. નેત્રપહોળાં કરી આમતેમ ડોક ફેરવી, આદરભર્યાઅહોભાવથી કલિકાલસર્વજ્ઞને જોઈ રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org