Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 150
________________ જ્ઞાનપુષ્પાંજલિ પૂ॰ જ્ઞાનપ્રેમી દાનવિજયજી મ૰ સા૰ પણ વિ સં. ૧૯૫૮ના અષાઢ સુદ ૧૩ના રોજ પાલીતાણામાં કાળધર્મ પામ્યા. પાઠશાળાના સંચાલનની સઘળી જવાબદારી મુખ્યતયા એકલા વેણીચંદભાઈએ જ ઉઠાવી અને આજીવન તેના ભેખધારી બન્યા. પ્રથમ પાઠશાળા વ્યવસ્થિત કરી અભ્યાસક્રમ ગોઠવ્યો. આ અભ્યાસ માટેનાં શુદ્ધિપૂર્વકનાં પુસ્તકો પ્રકાશિત કરવા વિસં૰ ૧૯૬૦માં શ્રી જૈન શ્રેયસ્કર મંડળની સ્થાપના કરી. પૂ વિદ્વાન મુનિ ભગવંતો પાસે પ્રકરણો, ભાષ્ય, કર્મગ્રંથ આદિનાં વિવેચનાત્મક પુસ્તકો લખાવી મુદ્રિત કરાવ્યાં. કાર્યની ચોક્કસતા અને નામનાના કા૨ણે શ્રી સંઘ સંબંધી બીજી પણ અનેકવિધ પ્રવૃત્તિઓ સંભાળવાની જવાબદારી તેમને માથે આવી જેને તેમણે સહજભાવે સ્વીકારી લીધી. જેમાં પાલીતાણા (૧) જયતળેટીએ ગિરિરાજ પૂજાભક્તિ, (૨) દાદાની આંગી, (૩) દરેક પ્રભુજીને ગિરિરાજ ઉપર પુષ્પ-ધૂપપૂજા, (૪) સૂક્ષ્મ તત્ત્વબોધ પાઠશાળાની સ્થાપના આદિ, (૫) મહેસાણામાં, સાધુસાધ્વીજી મ સાને અભ્યાસ માટે શ્રી કસ્તુરચંદ વીરચંદ પાઠશાળા, (૬) બાળકો માટે શ્રી રવિસાગરજી પાઠશાળા, (૭) ગામે-ગામ શ્રી સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ-ભક્તિ, (૮) સંયમપંથે પ્રસ્થાન કરનાર પુણ્યવાનોના કુટુંબીજનોને સહયોગ આપવો. (૯) સાધર્મિક ભાઈ-બહેનોની ભક્તિ (૧૦) અનેક ગામોમાં સાધર્મિકભક્તિસહાય, (૧૧) ચક્ષુ-ટીકા ગાંમે-ગામ અને ધાર્મિક ઉપકરણ વગેરે મુખ્ય હતાં. ૧૪૦ આ બધી વ્યવસ્થા માટે અનુદાન મેળવવા જતાં ક્યારેક દાનને બદલે તિરસ્કાર અને અપમાન પણ સહન કરેલ છે. આધુનિક સાધનોની અગવડતાવાળા તે જમાનામાં એકલા હાથે આવાં કાર્યો તેમણે કઈ શક્તિથી અને કેવા ઉત્સાહથી કર્યાં હશે ? ક્યાંક ક્યાંક સામાન જાતે ઉપાડી પગે ચાલીને પણ તેઓ ગયા છે, તો ક્યાંક બળદગાડીમાં બેસી જુદાં-જુદાં ગામ ગયા છે. તો ક્યારેક મજૂરને માથે સામાન ઉપડાવી રસ્તામાં મજૂર ઉપરના દયાભાવથી જાતે મજૂરની જેમ સામાન ઉપાડી ચાલી નીકળેલ છે. તો ક્યારેક કાર્યોના બોજા તળે રાતોનીરાતો નિંદવિનાની વિતાવી છે. આ રીતે જેણે પૂરું જીવન સંઘ અને શાસનના કાર્યોમાં વીતાવ્યું. તે શ્રી વેણીચંદભાઈએ વિ.સં. ૧૯૮૩ના જેઠ વદ નોમ, ગુરુવાર સાંજે લગભગ સાત વાગ્યે ૬૯ વર્ષની વયે દેહ છોડી ચિરવિદાય લીધી. જીવનભર જેમણે શ્રી સંઘ અને શાસનની સેવા કરી, નામનાની કામના છોડી મુશ્કેલ સંયોગોમાં પણ ધર્મસંસ્થાઓની સતત કાળજી રાખી, શાસનની શાન બઢાવી તે શ્રી નરવીર-ધર્મવી૨ વેણીચંદભાઈને લાખ લાખ પ્રણામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188