Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
(૧૩૯)
*--*( જ્ઞાન પુષ્પાંજલિ )
મૃતિપટે લાવી પોતે પણ તેત્રીશ વર્ષની વયે ચતુર્થવ્રતધારી બન્યા અને પોતાનું જીવન પરમાત્માની ભક્તિ અને શ્રી સંઘના કાર્યોમાં સમર્પિત કર્યું.
સાંસારિક ઉપાધિઓના વળગણથી અળગા પડવા વેણીચંદભાઈએ જીવનની દિશા બદલી
નાખી.
જીવનમાં તપને મહત્ત્વનું સ્થાન આપ્યું. તપ માટે કોઈ તિથિ નહિ, એકાશનથી ઓછું તપ નહિ, ક્યારે છ૪-અટ્ટમ-ઉપવાસ કે આયંબિલ હોય તે કહી શકાય નહિ. જીવનની આથમતી સંધ્યાએ ૬૭ વર્ષની વયે મૃત્યુંજયતપત્રમા ખમણ પણ કરેલ.
ધીમે ધીમે સર્વવિરતિની ભાવના પ્રબળ બની પણ ચારિત્રમોહના ઉદયે સંયમધર ન બની શક્યા. છતાં સંયમ સ્વીકારાય નહિ ત્યાં સુધી જીવનમાં પવિગઈના ત્યાગનો અભિગ્રહ કર્યો. વિગઈ-નીવિયાતાં વાપરવાના અભાવે એક આંખ ગુમાવી પણ અભિગ્રહમાં શિથિલ ન બન્યા. માત્ર ગુરુ ભગવંતોના વચનના આદર ખાતર એક આંખ ગયા પછી નીવિયાતોનો ઉપયોગ કર્યો.
વિસં. ૧૯૪૮થી પોતાની વૃદ્ધાવસ્થાના કારણે પૂ. રવિસાગરજી મ. સાહેબે મહેસાણામાં સ્થિરવાસ સ્વીકાર્યો. તેઓશ્રીની ક્રિયા-અપ્રમત્તતાના કારણે વેણીચંદભાઈમાં અજબ ક્રિયારુચિ જાગી. ગમે ત્યાં હોય પણ પૂજા, પ્રતિક્રમણ કે સામાયિકાદિ આવશ્યક ક્રિયા ન છોડતા. ગાડી ચુકાય પણ આવશ્યક ક્રિયા ન ચુકાય આ તેમનો વણલખ્યો નિયમ બન્યો.
પૂ. મસા.ના પાવન પરિચયે શ્રી વેણીચંદભાઈ શાસનના કોઈપણ કાર્યમાં સતત પ્રયત્નશીલ રહેતા.
વિ. સં. ૧૯૫૩માં ન્યાય-વ્યાકરણ વિશારદ, વિપ્રેમી પૂ. દાનવિજયજી મ. સા(પંજાબી)નું ચાતુર્માસ મહેસાણામાં થયું.
ક્રિયાદક્ષ પૂ. રવિસાગરજી મ. સા. જ્ઞાનપ્રેમી શ્રી દાનવિજયજી મ. સા. અને આજ્ઞારુચિ વેણીચંદભાઈ એમ ત્રણના સંયોગે શ્રી મહેસાણા-સંઘના અદ્ભુત સહકારે ચારિત્ર, જ્ઞાન અને દર્શનના બીજભૂત “શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા' નામે જ્ઞાનશાળાની સ્થાપના વિ. સં. ૧૯૫૪ના કા. સુ. ૩ના રોજ મહેસાણાની પાવનભૂમિમાં થઈ.
પૂ. રવિસાગરજી મ. સા. એ જ વર્ષે જેઠ વદ અગિયારસે કાળધર્મ પામ્યા. વેણીચંદભાઈ તો પાઠશાળાની પ્રારંભિક વ્યવસ્થામાં લાગી ગયા. પણ જ્ઞાનશાળાનું પ્રેરણાસ્રોત પૂદાનવિજયજી મ. સા. જ રહ્યા.
પૂસાધુ-સાધ્વીજી મ. સા.ના જ ઉદેશથી આરંભાયેલ આ જ્ઞાનશાળા બાર માસમાં તો વિદ્યાર્થી-શ્રાવક બંધુઓને પણ જ્ઞા ક્રિયાનાં અમીપાન કરાવતી મહાપ્રપા બની ગઈ.
વિદ્યાર્થી બંધુઓને ભણવા-રહેવા આદિની વ્યવસ્થા તેમણે પોતાના જ મકાનમાં ઊભી કરી. જે વ્યવસ્થા પોતાનાથી અશક્ય લાગી તે ગામ-પરગામના સાધર્મિક બંધુઓ પાસેથી અનુદાન મેળવી કરી આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org