Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 152
________________ જ્ઞાનપુષ્પાંજલિ એવામાં તેઓશ્રીએ તેમના જ વિચારોને બરાબર સમજી, ભાષામાં ઉતારી શકે તેવા શ્રી અરવિંદભાઈ પા૨ેખ અને શ્રી ગોરધનભાઈ માસ્તર મળી ગયા, અને તેમના મારફત એક “હિતમિત, પથ્ય સત્સં” નાનકડું પત્ર શરૂ કર્યું, તેમાં આ બ્રિટિશરોની ચાલની કટારો લખવા માંડી. આ કટારલેખોમાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ, કાકા કાલેલકર, સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી વિનોબાભાવે હોય કે દેશના મોટામાં મોટા નેતા હોય, ગાંધીજી હોય કે રાજગોપાલચારી હોય, એક પછી એક તે લેખાંકોમાં આવવા માંડ્યા. ૧૪૨ વર્તમાનમાં આર્યપ્રજાની જે અવદશા થઈ રહી છે, ભ્રષ્ટાચાર, અનૈતિક્તા, ખુનામરકી, લૂંટફાટ, વ્યભિચાર, મારામારી, અને ધર્મનો એકાંતે નાશ કરવાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તે બધી બાબતને વિસ્તૃત રીતે આજથી ૬૦ વર્ષ પહેલાં ખૂબ ઝીણવટથી આલેખન કર્યું. અને તે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા તરફથી સાથે પંચપ્રતિક્રમણ રૂપે પ્રગટ થયું છે તે ખાસ વાંચકોએ ઝીણવટપૂર્વક વાંચવા જેવું છે. અમો હું (છબીલદાસ), પં. શ્રી શિવલાલભાઈ, પં. શ્રી કુંવરજીભાઈ, પરીક્ષક શ્રી વાડીભાઈ (જેમણે સારાય ભારાતમાં પરીક્ષક તરીકે પ્રવાસ કરી, ભારતની પાઠશાળાઓની પરીક્ષાઓ લેવા સાથે શ્રી મહેસાણા પાઠશાળાને ખૂબ જ પ્રસિદ્ધ કરવાનું કામ કર્યું છે.) વગેરે તેઓશ્રીનાં લખાણોની પ્રેસ કોપી કરતા હતા. ત્યારે રોજે રોજ નવું જાણવા મળવા સાથે જાણે કોઈ નવી જ ભાત પાડતું આશ્ચર્યકારી લખાણ હોય તેમ લાગે. મહેસાણામાં સ્ટેશને ઊતરતો માલ પહોંચાડવા માટે સો ગાડાં કામ કરતાં, તેની જગ્યાએ એક ખટારો આવ્યો ત્યારે તેઓશ્રીએ કહ્યું કે બસો બળદોને કતલખાને લઈ જવાનું કારખાનું ઊભું થયું. આણંદમાં પહેલવહેલી દૂધની ડેરી થઈ ત્યારે તેઓશ્રીએ કહ્યું કે ભારતનાં બાળકોના મોઢામાંથી દૂધ, દહીં, છાશ, ધી, આંચકી લેવાનું કારખાનું ઊભું થયું. વિલાયતના કાપડને તેઓશ્રી એક વિલાયતી કહે, ભારતની મિલના કાપડને તેઓ દોઢ વિલાયતી કહે અને કોંગ્રેસની ખાદીને તેઓ ડબ્બલ વિલાયતી કહે. અતિ આદરણીય પ્રભુદાસભાઈએ પં. શિવલાલભાઈને તથા પં. છબીલદાસભાઈને મહેસાણા શ્રી યશોવિજયજી પાઠશાળા તરફથી પ.પૂ. આ. શ્રી લાવણ્યસૂરિજી. મ.સા.પ.પૂ.આ. શ્રી અમૃતસૂરિજી મ.સા., પૂ. મુનિ શ્રી ધુરન્ધર વિ.જી (પછી આચાર્ય) અને પૂ. મુનિ શ્રી મનક વિજયજી મ.સા. પાસે છ-છ માસ રાખી ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વગેરેનો અભ્યાસ તેઓશ્રીના દૃષ્ટિબિન્દુપૂર્વકનો કરાવ્યો. શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં વિદ્યાર્થીઓ ગામડાંઓમાંથી આવતા અને સારા તૈયાર થતા, પણ હવે પછી અંગ્રેજી ભાષાની ચારે બાજુ પ્રવૃત્તિ વધતી જતી હતી. જેથી કોઈ પણ પ્રદેશમાં જઈ સારી રીતે જૈન ધર્મની ઉન્નતિ કરી શકે, તેમ જ જૈન સંઘ-સંસ્કૃતિની સારી રીતે સમજણ આપી શક્વાવાળા તૈયાર કરવા મૅટ્રિક કે તેથી વધુ ભણેલા વિદ્યાર્થીઓને તૈયાર કરવાની એક યોજના નક્કી કરી અને તેમાં ખાસ કરીને વાડીભાઈ મગનભાઈ પરીક્ષક, પં. શ્રી કુંવરજીભાઈ, શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188