Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
(૧૩૭)
દocગ્રાફર
ગ્રામસી ગcી બ્રાન્ડ એમ્ જ્ઞાન પુષ્પાંજલિ
આમ આચારસંપન્ન વિદ્વાન્ અધ્યાપકો તૈયાર થાય છે.
અભ્યાસકાળ દરમ્યાન સ્કોલરશીપ તથા રહેવાજમવા આદિની સુવિધા વિનામૂલ્ય આપવામાં આવે છે.
અભ્યાસકાળ પૂર્ણ કરી વિવિધ પ્રદેશોમાં ચતુર્વિધ શ્રી સંઘના દરેક અંગોને અધ્યયન કરાવે છે તથા પાઠશાળાના માધ્યમથી ગામોગામ બાળકો, બાળાઓ, યુવાનો અને બહેનોમાં ધાર્મિકજ્ઞાન સાથે સંસ્કાર રોપે છે.
દીર્ઘદ્રષ્ટા, મહાનચિંતક, પંડિત પ્રવર સુશ્રાવક શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે આ સંસ્થામાં મેનેજર પદે તથા અધ્યાપક પદે રહી શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયાનો પાયો મજબૂત કર્યો અને શ્રદ્ધાળુ, વિદ્વાનચિંતકો શ્રીસંઘને ચરણે ધર્યા છે. કર્મસાહિત્ય નિષ્ણાત, પ્રજ્ઞાચક્ષુ ૫. વર્ય શ્રી પુખરાજજી અમીચંદજી શાહ આ સંસ્થામાં ૫૮ વર્ષ અધ્યાપક પદે રહ્યા તેઓશ્રીનું યોગદાન પણ અનુમોદનીય રહ્યું છે. ઉદ્દેશ અને પરંપરા સાચવી છે :
મહેસાણા પાઠશાળામાં અભ્યાસ કર્યો છે આમ કહેનાર અધ્યાપકને કોઈ પણ સ્થાને બીજો પ્રશ્ન પૂછવામાં આવતો નથી. કારણ કે આ અધ્યાપક શ્રદ્ધાળુ, જ્ઞાની અને ક્રિયાચિવાનું હોય એવી આ પાઠશાળાની સર્વત્ર શાખ છે.
સુધારક વિચાર ધારાવાળા આજના યુગમાં સત્યમાર્ગદર્શક વિદ્વાનોની જરૂર છે. આવા વિદ્વાનો તૈયાર કરનારી સંસ્થાઓ ટકાવવી તે દરેક જૈનોનું કર્તવ્ય છે. ખમીરવંતા વિદ્વાનો હશે તો જ વિદેશી વિચારોનો સામનો થઈ શકશે અને જિનાજ્ઞા, જિનબિંબ, જિનાલય, ઉપાશ્રય, જ્ઞાન, ચતુર્વિધ શ્રીસંઘ, દિક્ષા, મહોત્સવ આદિનું મહત્ત્વ સમજાશે.
આવી સંસ્થાઓને તન, મન, ધનથી સહયોગ આપવાની જરૂર છે.
પુણ્ય જાગ્રત હોય તો જ સંપત્તિનો ઉપયોગ શુભકાર્યમાં થાય છે. નોંધ :
પં. વર્ય શ્રી છબીલદાસભાઈ કેસરીચંદ સંઘવી આ સંસ્થાના વિદ્યાર્થી હતા. જીવનકાળમાં આવેલા દુઃખદ પ્રસંગો પંડિતજીએ હસ્તે મુખે સ્વીકાર્યા છે. તેઓશ્રી વારંવાર કહેતા કે મહેસાણા પાઠશાળાનો પરમ ઉપકાર છે કે જેના પ્રભાવે હૈયાને સમજાયું કે બાંધેલા કર્મ ઉદયમાં આવે ત્યારે દુર્થાન ન કરતાં સમભાવમાં રહેવું. પંડિતજી કહેતા કે વિપરીત પ્રસંગ આવે ત્યારે “હાય” ન કહેતાં હોય કહેવું અર્થાત્ સ્વીકારી લેવું આ જ પરિણત જ્ઞાન છે.
એટલું જ નહિ જ્ઞાન આત્મસાત્ કરનાર પંડિતજીમાં નિઃસ્પૃહતા પણ ગજબની હતી અને જિનશાસન પામ્યાની ખુમારી પણ એવી જ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org