Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જ્ઞાન પુષ્પાંજલિ
આજીવન-શ્રુતજ્ઞાન આરાધક, પરમશ્રદ્ધેય | વાત્સલ્યનિધિ પૂ. પં. છબીલદાસભાઈKI
આ અધ્યાપક શ્રી પ્રકાશભાઈ કે. દોશી, સુરત ૪ સંસારચક્રમાં આત્માઓની જન્મ અને મરણની ઘટમાળ કર્માનુસારે અનાદિકાળથી ચાલતી આવી છે. તેમાં સૂક્ષ્મ-પ્રજ્ઞાશાળી પુરુષ કોઈ વિરલ વ્યક્તિ જ પાકતા હોય છે. તેમાં પણ આત્મિક જયોત જલતી રાખી અન્ય અનેક આત્માઓને તેજોમય બનાવનાર તો કોઈક વિરલ વ્યક્તિ જ હોય છે.
આવુંવિરલ વ્યક્તિત્વ ધરાવનારા આપણા વિદ્વદ્વર્ય પંડિત છબીલદાસ કેશરીચંદ સંઘવી હતા. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિની ઝંખના :
પૂજ્યશ્રી પ્રારંભમાં સૂક્ષ્મ-તત્ત્વચિંતક, દીર્ઘદ્રષ્ટા પ. પ્રવર પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખ પાસે અને ત્યારબાદ સંસ્કૃતના પ્રખર વિદ્વાન્ શ્રી વર્ષાનંદશાસ્ત્રીપાસે, વ્યાકરણવિદ્ પૂ.આ.ભ.શ્રી લાવણ્યસૂરિજી મ.સા.પાસે, નૈયાયિક મુનિરાજ શ્રી મનકવિજયજી મ. સા.પાસે, સાહિત્યજ્ઞ પ.પૂ. આ.ભ.શ્રી ધર્મધુરંધરસૂરિજી મ. સા.પાસે તથા પ.પૂ.આ.શ્રી લક્ષ્મણસૂરીશ્વરજી મ. સા.પાસે. આમે અનેક વિષયના કુશળ શિલ્પિપાસે તેમને શ્રુતની પ્રાપ્તિ કરી છે તે વિષયમાં પરિપક્વતા મેળવી
હતી.
શ્રુતજ્ઞાનનો વિનિમય :
સૌપથમ વિદ્યાર્થીકાળમાં મહેસાણાપાઠશાળામાં ત્યાર બાદ ૫૦ વર્ષ ખંભાતમાં ત્યાર બાદ ૧૫ વર્ષ સુરતમાં શ્રુતજ્ઞાનનો વિનિમય સતત અંતસમય સુધી ચાલુ હતો. તેમના વિનિમયની આગવી કળા હતી કે અલ્પ સમયમાં અલ્પ શબ્દ દ્વારા પદાર્થને સ્પષ્ટ કરતા હતા. નીડરતા :
સત્યવાતને કહેવામાં તો કોઈ પણ પ્રકારની શેહ શરમ રાખ્યા વગર સારાશબ્દમાં સ્પષ્ટ કહેતા ત્યારે એમ લાગતું કે ખરેખર પૂજયશ્રીના હૃદયમાં શાસન કેટલું વસેલું છે? વાત્સલ્ય :
નાની કે મોટી વ્યક્તિને બોલાવવાનો શાબ્દિક પ્રયોગ પણ માનભર્યો હતો. એટલું જ નહીં પણ દરેક વ્યક્તિને પોતાનાથી પણ અધિક બનાવવાની ભાવના તથા પ્રયત્નશીલતા હંમેશાં દરેકને આગળ રાખવાના સ્વભાવવાળા હતા. કોઈપણ પ્રકારના પ્રશ્નનો જવાબ આપવામાં એટલી બધી હિતદષ્ટિ-દીર્ધદષ્ટિ રાખતા કે પોતાનાથી સામેની વ્યક્તિનું અહિત ન થાય. આવા દીર્ઘદૃષ્ટા હતા. તેમનું વાત્સલ્ય માણનારને જ અનુભવગમ્ય બનતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org