Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જ્ઞાન પુષ્પાંજલિ
પૂ. પં. ચંદ્રશેખર વિ. મ. સા. પ્રેરિત નવસારી-તપોવનમાં છ-છ મહિના સુધી રહીને તેમના શિષ્યો-પ્રશિષ્યોને જૈનધર્મનું અધ્યયન કરાવ્યું હતું.
તેમણે ‘પ્રમાણ નયતત્ત્વ’ શ્રીપાળ રાજાનો રાસ” આદિ મૂળ ગ્રંથોનું મૂળથી પૂર્વ મુદ્રણ પણ
કરાવેલ.
૧૧૩
સુરતમાં એમણે અયોધ્યાપુરમ્ તીર્થના પ્રેરણાદાતા બંધુબેલડી પૂ.આ. શ્રીજિનચંદ્રસાગરસૂરીશ્વરજી તથા પૂ.આ. શ્રીહેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં થયેલ ભવ્ય ચાર્તુમાસમાં તેમણે બંન્ને આચાર્યોને તેમ જ અનેક સાધુ-સાધ્વી ભગવંતોને સતત ચાતુર્માસ દરમ્યાન અનેક ગ્રંથોનું નિસ્પૃહ ભાવે અધ્યયન કરાવેલ.
આજે પણ પાલીતાણા, ખંભાત, અમદાવાદ, મુંબઈ, પાલનપુર, મહેસાણા વગેરે ક્ષેત્રોમાં ઘણા વિદ્વાન પંડિતો વિદ્યમાન છે. અને શ્રુતજ્ઞાનની સેવા કરે છે.
જૈનધર્મની કે બીજી કોઈ મુશ્કેલી હોય તો તેનું નિરાકરણ ખૂબ જ સાચા માર્ગે કરાવતા નવકારપ્રિય મહાન વિભૂતિએ નવકાર મહામંત્રાદિ મહાસ્તોત્રોનું સ્મરણ-શ્રવણ કરતાં તા. ૨૦-૮૦૨ શ્રા. સુ. ૧૩ના રોજ અણધારી વિદાય લીધી છે. અનેક જ્ઞાન પિપાસુઓનો વડલો તૂટી પડ્યો અને જૈન સમાજે એક ‘સમાજ રત્ન ગુમાવી દીધું આપણે તેમના શ્રુતજ્ઞાનના દીવડાને હંમેશાં જલતો રાખી તેમને સાચી અંજલિ આપીએ.
તેમના આ નિધનના સમાચાર જેમ જેમ જ્યાં જ્યાં મળતા ગયા ત્યાં ત્યાં રહેલા સાધુસાધ્વીજી-શ્રાવક-શ્રાવિકાઓના હ્રદયો ભીના બન્યાં.
તેમના જીવન-કવનને મુલવવાનો, તેમની પવિત્ર યાદને વાગોળવાનો તેમનો ગુણાનુવાદ એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે, જો મઠારો જિંદગીને તો જ કશુંક નક્કર મળે.
Jain Education International
પ્રભુ ! તારી વાણી તારણહારી. વાણી સુણતાં સુણતાં વીસરું, જુઠી દુનિયાદારી. તુજ વાણીની મધુરપ પાસે, સાકર લાગે ખારી. ભળકે બળતી મુજ તૃષ્ણાને, તુજ વાણીએ ઠા૨ી. નિશદિન પામું અનુપમ સુખ હું તુજ વાણી સંભારી. મોક્ષતિએ એક હવે તો, તુજ વાણી ઉર ધારી. પ્રભુ ! તારી વાણી તારણહારી.
For Private & Personal Use Only
www.jainelibrary.org