Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જ્ઞાનપુષ્પાંજલિ
દીવાદાંડી :- તમામ શિક્ષકોને સલાહ સૂચન માટે દીવાદાંડી સમાન હતાં. પૂજ્ય આચાર્ય ભગવંતો પણ પંડિતજીને શાસનના પ્રશ્નો માટે બોલાવતાં, વિચારણા કરતાં અને સૂચનો સ્વીકારતા આમ ગુરુભગવતોના હૈયામાં પણ તેમનું સ્થાન હતું. અભ્યાસ કરનારા પૂ. સાધુભગવંતો અને પૂ. સાધ્વીજી ભગવંતો કહેતા કે પંડિતજી ભણાવતા ભણાવતા સંયમમાં સ્થિર બનીએ તેવું માર્ગદર્શન આપતા.
૧૦૧
ઉદારતાઃ
શિક્ષકોનું શ્રી સંઘમાં ગૌરવવંતુ સ્થાન હોવું જોઈએ તેવું તેઓશ્રીનું માનવું હતું. આ માટે પ્રસંગે પ્રસંગે પૂ. ગુરુભગવંતોનું અને શ્રી સંઘના ટ્રસ્ટીઓનું ધ્યાન દોરવાનું પંડિતજી ચૂક્યા નથી.
Jain Education International
નિઃસ્પૃહ જીવન જીવી આદર્શ બતાવી જનારા પંડિતજીને શતશઃ વંદન કરી પ્રાર્થના કરું છું કે તેમના જેવું ખુમારી ભર્યું જીવન જીવવાનું સામર્થ્ય પ્રગટે.
કારવાદ
जीवित कासु न वल्ल, धणु पुणु कासु न इट्टु, दोणि वि अवसर हिवडई तिण-सम गण विसिडु ॥ - સૈમ પ્રાકૃત વ્યાકરણ : અપભ્રંશ દૃષ્ટાંત
જીવન કોને વહાલું નથી ? અને.ધનસંપત્તિ કોને પ્રિય નથી ? પણ તે સાર્થક કરવાનો અવસર આવી મળે, ત્યારે તેને તણખલા સમાન જાણી તેને સત્કાર્યમાં ન્યોચ્છાવર કરનાર જન વિરલ છે, વિશિષ્ટ છે.
પ્રાકૃત વ્યાકરણમાં આવતા દુહા, એ ગુજરાતી ભાષાની ગંગોત્રી છે. ભાષાનું મૂળ સ્વરૂપ એ છે. તેમાં દેશાન્તરે અને કાલાન્તરે, ફેરફાર થતાં—થતાં વર્તમાન ગુજરાતી ભાષાનું સ્વરૂપ બંધાયું છે.
આ દુહામાં પણ, એક અમૂલ બોધ ગૂંથી દીધો છે. જીવન અને ધન કિંમતી છે; પણ એથી વધુ કિંમતી તો અવસર આવે ત્યારે તેને છોડવાની તૈયારી છે; એ દર્શાવવાની ખુમારીભરી આ શીખામણ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org