Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
( ૯૦ )
એ
છે , એ
જ ર - - - આજ r •
* * * * * * * ( રાનપુષ્પાજલિ
- ધાર્મિક-શિક્ષકોને પ્રેરણામૂર્તિ પંડિતવર્ય છબીલદાસભાઈ
પં.શ્રી માણેકલાલ હરગોવનદાસ સોનેથા-સુરત આધ્યાત્મિક સંસ્કૃતિના પ્રચાર સાથે સમાજમાં સંસ્કાર આપવાનું અને સમાજ ઘડતરનું શિક્ષકોનું કાર્ય વિશેષ પ્રકારનું હોય છે. આદર્શનિષ્ઠ શિક્ષકો લોકોમાં તથા સમાજમાં આદરપાત્ર બને છે. ભારતના જૈન પંડિતોમાં વિશિષ્ટ સ્થાન ધરાવનાર પંડિતજી છબીલદાસભાઈ કેશરીચંદભાઈ સંઘવી શિક્ષકો માટે પ્રેરણામૂર્તિ હતા. બનાસકાંઠાની ભાભર ભૂમિમાં જન્મેલ પંડિતજી વિશિષ્ટબુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા ભારતના ધાર્મિક શિક્ષકોને સારી રીતે તૈયાર કરનાર મહેસાણા શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં ધાર્મિક, સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, કર્મસાહિત્ય આદિ વિષયોનો અભ્યાસ કરી શિક્ષકોમાં સારા અભ્યાસક તરીકે પ્રીતિપાત્ર બન્યા હતા પંડિતજીની વિશિષ્ટ શક્તિ વિચારીને મહેસાણા સંસ્થાએ વ્યાકરણના વિષયના સારા અભ્યાસક બને તે માટે પૂજ્ય લાવણ્યસૂરીશ્વરજી મ. સાહેબ પાસે લગભગ બે વર્ષ રાખી વ્યાકરણનો તલસ્પર્શી અભ્યાસ કરાવ્યો. પંડિતજીનું વ્યાકરણ, ન્યાય, કર્મગ્રંથ, પ્રાકૃત આદિ વિષયનું તલસ્પર્શીજ્ઞાન અને અધ્યાપન કરાવવાની વિશિષ્ટશૈલીથી અભ્યાસકવર્ગમાં આદરપાત્ર બન્યા હતા.
પંડિતજીએ પોતાના અધ્યાપક તરીકેના લગભગ પચાસ વર્ષ ખંભાત ભટ્ટીબાઈ સ્યાદ્વાદ સંસ્કૃત (મૂળચંદ બુલાખીદાસ સંચાલિત) પાઠશાળામાં સારી સેવા આપી હતી. ખંભાતના દરેક વર્ગમાં આદરપાત્ર બન્યા હતા.
પંડિતજી, ધાર્મિક પંડિતો અને શિક્ષકોને વાત્સલ્યભાવે તત્ત્વજ્ઞાન અને માર્ગદર્શક તરીકે ઉપયોગી થતા હતા. બધા સમુદાયના ગુરુભગવંતો તેઓને આદર્શપંડિત તરીકે જોતા હતા.
છેલ્લા બારેક વર્ષ લગભગ સુરતમાં રહીને શિક્ષકોને, પૂ.સાધુભગવંતો અને પૂ.સાધ્વીજી ભગવંતોને અભ્યાસ કરાવવા સાથે પંડિતોને આત્મીયભાવે શિક્ષકની નિષ્ઠા અને કર્તવ્ય વિષે સમજ આપતા હતા. વૃધ્ધાવસ્થામાં પણ દરેક શિક્ષકો સાથે આત્મીયભાવે વાત કરવાની પધ્ધત્તિ બધાને આદર્શરૂપ હતી.
પંડિતજીના જીવનમાં જુદા જુદા સમયે આપત્તિ આવી પણ સત્વશીલપરિણતિવાળા શિક્ષક તરીકે જીવન જીવ્યા. જૈનધર્મતત્વજ્ઞાન પ્રચારક પરિષદ્રની સ્થાપનામાં તેમનું માર્ગદર્શન, સલાહસૂચન ઉપયોગી હતું.
પંડિતજી સારા વિદ્વાન, સારા વિધિકાર,તથા શિક્ષકોને આદર્શરૂપ હતા.
વર્તમાન પંડિતો સમાજને ઉપયોગી થવા સાથે આદર્શ પંડિતો તથા શિક્ષકો બને તેવી શાસનદેવને પ્રાર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org