Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
---( જ્ઞાન પુષ્પાંજલિ )
ધાર્મિક શિક્ષણ ભણાવવા માટે તેઓશ્રીને મોટા-મોટા પગારની ઓફર આવેલ છતાં તે ન સ્વીકારતાં ખંભાતમાં રહીને પૂજ્ય સાધુ સાધ્વી મહારાજ સાહેબને ધાર્મિક શિક્ષણ આપવાનું ઉચિત ગયું-કદાપિ પૈસાનો મોહ કર્યો નથી.
यू तो सभी मरने के राही है, एक दीन मर जाते है।
धन्य उसी को जो मरकर भी नाम अमर कर जाते है । પૂ. પંડિતજીએ હિન્દુસ્તાનમાં જ્યાં પણ ગયા ત્યાં તેમને તેમનાં ધાર્મિક જ્ઞાનની સુવાસ ફેલાવવા જૈનશાસનની શોભા વધારી છે. જિંદગી એક ભાડાનું ઘર છે. એક દિવસ બદલવું જ પડે છે. મોત જ્યારે આવે છે ત્યારે ઘેરથી નીકળવું જ પડે છે. પૂ. પંડિતજી ચાલ્યા જવાથી જિનશાસનને ન પૂરાય તેવી ખોટ ચોક્કસ પડી છે. પ્રભુ તેમના આત્માને જ્યાં પણ હોય ત્યાં શાંતિ આપે અને શીધ્ર સિદ્ધિગતિની પ્રાપ્તિ કરાવે. તેમના આશીર્વાદ જ્યાં પણ હોય ત્યાંથી મળતાં રહે એવી પ્રભુને પ્રાર્થના
અવસરને ઓળખે તે પંડિત એક ચિત્રકારે એક વિચિત્ર ચિત્ર બનાવ્યું. એ ચિત્રમાં આખો ચહેરો પગથી માથા સુધી બુરખાથી ઢાંકેલો અને બહાર બે પાંખ દોરેલી. નીચે લખેલું ‘તકપંખી'. ચિત્ર જોવા આવનારા આ ચિત્રનું તાત્પર્ય સમજી શક્યા નહીં, અને તકપંખી કયું પંખી છે? તે ખ્યાલમાં ન આવવાથી રહસ્ય પૂછવા માંડ્યા. ચિત્રકારે કહ્યું.- આ આપણી પાસે આવતી તક, અવસરનું ચિત્ર છે. તક જયારે આવે છે, ત્યારે બુરખો ઓઢીને આવે છે. એટલે આપણે ઓળખી શકતા નથી કે આપણી પાસે કેવી સુંદર તક આવી છે !
અને પછી તક પાંખ ફફડાવીને એવી ઉડી જાય છે કે આપણે પકડી શકતા નથી, માત્ર હાથ ઘસતા રહી જઈએ છીએ. બસ આ તાત્પર્ય આ ચિત્રનું છે, અને આજ તક' પંખી છે.
ધન કમાવવું એ ક્ષણની સાર્થકતા નથી, કેમકે એથી તો તિજોરી ભરાશે. જાત જાતની વાનગી આરોગવામાં ક્ષણનું મૂલ્યાંકન નથી, કેમકે એમાં તો જલ્દી ખાલી થઈ જનારું પેટ ભરાશે. નવી નવી ફેશનના કપડાં પહેરવા કે દાગીના ચઢાવવા એ ક્ષણની ખરી કિંમત નથી, કેમકે એમાં તો શરીરની શોભા વધી. સમાજમાં વાહ-વાહ, કિર્તિ મળે એમાં સમય વિતાવવો એ ક્ષણની સાચી ઓળખ નથી, કેમકે એમાં અનામીના વિનાશી નામને ચાંદ લાગ્યો. આ બધામાં પોતાના આત્માને શું ફાયદો થયો ? અવસર (ક્ષણ)ની ઓળખ એ છે કે એ જતી દરેક ક્ષણે એવું કરવું અથવા એવું ન કરવું કે જે કરવા-ન કરવાથી આત્મા સાત્વિક બને, આત્મા તેજસ્વી બને, આત્મા પારદર્શી બને, આત્મા સ્વસ્થ બને. જીવતાં શાંતિ, મરતાં સમાધિ અને પરલોકમાં સદ્ગતિ પામે. માટે જ ધર્મમાં ગયેલી ક્ષણ સાચી, બાકી બધી કાચી...ખોટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org