Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જ્ઞાનપુષ્પાંજલિ
શુદ્ધ કરવાની તીવ્રભાવના પંડિતજીની હોવા છતાં સહુની આરાધનાના રાહબર તથા જ્ઞાન-દાન યોગના અગ્રણી એવા પંડિતજી સમક્ષ જણાવ્યું કે અમે તમારી સાથે ઉપવાસ કરીશું. પૂ. આ. ભ. આદિ ચર્તુવિધ સંઘની આગ્રહ ભરી વિનંતીને સ્વીકારી આંખમાં આંસુ સાથે અનિચ્છાએ ૧૬ ઉપવાસના તપસ્વી ચિ. નિખિલના હાથે પારણું કર્યુ. પંડિતજી શાશ્વત ગિરિરાજની પ્રાપ્તિ તથા ગિરિરાજનો મહિમા સમજાવતા તથા પ્રતિવર્ષે ગિરિરાજની સ્પર્શના અને દાદા આદીશ્વરની - પૂજા આંગી ભક્તિનો લાભ લેતા અને અનેકને લાભ અપાવી ધન્યતા અનુભવતા. વિ. સં. ૨૦૫૮ ફા. સુદ -૧૧ દાદાની ભક્તિ તથા ગિરિરાજની યાત્રા કરતાં તેઓશ્રી બોલ્યાં કે આ મારી છેલ્લી જાત્રા છે. ‘‘વાણી બોલાવે તાણી’’ ભાવિના ભેદને કોણ કળી શકે ?
૯૨
જ્ઞાન એ જ જેની મૂડી. જ્ઞાન એ જ જેનું ઝવેરાત. જ્ઞાન એ જ જેનું જીવન. જ્ઞાન એ જ જેના શ્વાસોશ્વાસ એવા જ્ઞાની-સ્વજન, જ્ઞાન-દાન એ જ તેમના જીવનનો મુદ્રાલેખ-અધ્યયનઅધ્યાપનના-અધ્યવસાયમાં વિદાય થવાની મહેચ્છા. સમાધિ મરણે જ જવાના સંકલ્પને સાકાર કરતા સમ્યજ્ઞાની એવા પંડિતજીનો જ્ઞાનપૂત આત્મા જ્યાં હોય ત્યાં સમ્યક્ત્વ, સંયમ, શાસન પામી શુદ્ધ સ્વરૂપનો ભોક્તા બને તે જ શાસન દેવને પ્રાર્થના. મારા તથા મારા પરિવાર ઉપર સદાય તેઓશ્રીના આશીર્વાદ, કૃપાદૃષ્ટિ વરસતા રહે તેવી અંતરની ઇચ્છા સાથે અજ્ઞાનવશ કાંઈક અજુગતુ લખાઈ ગયું હોય તો વાચક વર્ગ મને ક્ષમા આપે.
Jain Education International
હે નાથ ! આ મોહને કારણે જ મારો મોક્ષ હણાયો છે. મોક્ષને હણે છે માટે તેનું નામ મોહ નહીં હોય ને ? મોહ મારા અણુ–અણુમાં ભરાયો છે. એણે તો, મારું રૂપ હરી લીધુંછે. હૈયા કમકમે અને ધ્રૂજ વછૂટે શરીર એવા સ્થાનમાં, ખદબદતા કીડાની જેમ હું ભવોભવ સબડ્યો છું. પ્રભુ ! મને તેના સકંજામાંથી છોડાવો, તો મારા ઉદ્ધારમાં પળનોય વિલંબ ન થાય. અમને મોહ વિના ચેન નથી તેથી સારી દુનિયામાં હું લંતિ બન્યો છું.
For Private & Personal Use Only
www.jainelibrary.org