Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮૨ )
. .
.
. . . . . - - - -
—-
શનિવૃધ્ધાજલ
પૂજ્યોના હૃદયમાં પણ સ્થાન :
અભ્યાસીઓના હૃદયમાં જેમ પંડિતજી પ્રતિ આદર હતો તે જ રીતે તપાગચ્છ તથા અન્ય ગચ્છના પૂ. આચાર્ય ભગવંતો, પૂ. વિદ્વાન્ મુનિ ભગવંતો, પૂ. સાધ્વીજી મ. સાહેબોના હૃદયમાં પંડિતજીનું માનભર્યું સ્થાન હતું.
તપાગચ્છ જૈન સંઘમાં ક્યારેક વિચારણીય મુદ્દા ઉપસ્થિત થતા ત્યારે પૂ. આચાર્ય ભગવંતો પંડિતજીને બોલાવી વિચાર-વિમર્શ કરતા અને તેઓશ્રીના સૂચનો ધ્યાનમાં લેવાતાં હતાં.
પંડિતજીની એક આગવી વિશેષતા એ હતી કે જ્ઞાની અને સંયમી નાનામાં નાની વ્યક્તિ હોય તો પણ આદરથી નિહાળતા અને વાત્સલ્યભરી વાણીથી બોલાવતા.
ભણાવવાની અભુત કળા, હૈયામાં આદર અને વાત્સલ્યભરી વાણી જ્યાં હોય એવા પુણ્યવાનપુરુષને સહુ ચાહે તેમાં આશ્ચર્ય પણ શું? જ્ઞાન-ક્રિયારુચિ :
પંડિતજીના છેલ્લા કેટલાક વર્ષોના સતત સંપર્ક પછી એમ લાગ્યું કે જ્ઞાન સાથે ક્રિયારુચિ પણ એવી જ હતી. શારીરિક પ્રતિકૂળ સંયોગમાં ક્રિયા નિયમિત ન થઈ શકતી, પરંતુ જયારે જ્ઞાનક્રિયા સંબંધમાં વાતો થાય ત્યારે લાગતું કે જ્ઞાન સાથે ક્રિયા તરફનો એવો જ સદૂભાવ હતો. એક વાત ચોક્કસ કે ક્રિયા સાથે તે તે ક્રિયામાં ઉપયોગી સૂત્રોનાં રહસ્યો સમજવાં જરૂરી છે એમ ભારપૂર્વક કહેતા જેથી ક્રિયાનો રસાસ્વાદ અનુભવી શકાય.
વિ. સં. ૨૦૧૬ની સાલમાં શ્રી શત્રુંજય મહાતીર્થમાં શ્રી આદીશ્વર દાદાની પરમ શીતલ છાયામાં ધર્માનુરાગી શેઠશ્રી પ્રવિણચંદ રતનચંદ (રાજા) પરિવારે ચાતુર્માસ કરાવવાનો લાભ લીધો. રાજા પરિવારની એક ભાવના હતી કે ચાતુર્માસમાં ચતુર્વિધ શ્રી સંઘને જ્ઞાનયોગની સાધના પણ થાય. આ માટે વિવિધ વિષયના વિદ્વાન અધ્યાપકોને આમંત્રિત કરવાની વિચારણા થઈ. જેમાં પંડિતજીનું નામ મોખરે હતું. શારીરિક પ્રતિકૂળતાઓ ઘણી હોવા છતાં રાજા પરિવારનો ભાવ જોઈ આવવા સંમત થયા. રાજા પરિવારની ભાવનાથી મને અને પં. રતિભાઈને પણ દાદાની શીતલ છાયામાં પંડિતજીની સાથે રહેવાનો લાભ મળ્યો. ૮૨ વર્ષની ઉંમર, નાદુરસ્ત તબિયત, નેત્રનું અતિ અલ્પ તેજ આવા સંજોગોમાં અપ્રમત્તપણે અભ્યાસ કરાવતા, આરાધકોની આરાધનાની અનુમોદના કરતા અને રાજા પરિવારની ભાવનાની પ્રશંસા કરતા હતા. શારીરિક પ્રતિકૂળતા વધે ત્યારે ઉપવાસનું પચ્ચખાણ કરતા. ચાતુર્માસમાં સાથે રહેવાથી પંડિતજીની આંતરિક નિર્મળ પરિણતિની કાંઈક ઝંખી થઈ. સાધર્મિક ભક્તિઃ
ભક્તિનો એક વિશેષ ગુણ હતો. મળવા આવનાર કોઈ પણ હોય સમયાનુસાર યથોચિત આહાર-પાણીથી ભક્તિ થાય. સુપાત્ર દાન અને સાધર્મિક ભક્તિના સુદઢ સુંદર સંસ્કારોનું સિંચન પુત્રો અને પુત્રવધુઓને વારંવાર કરતા જેના પરિણામે પરિવારના સભ્યો પંડિતજીના આત્માને આનંદ થાય તે રીતે ભાવથી ભક્તિ કરતા. સમ્યજ્ઞાન આપનાર અધ્યાપકો, શિક્ષિકાબહેનોને તો વાત્સલ્યથી બોલાવી, ઉચિત આસને બેસાડી પ્રેમથી વાતો કરતા અને ભોજન કરાવી વાત્સલ્યથી વિદાય આપતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org