Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮૦ )
MA
or on જે
કે
મr એ કાઇ કે. જેમ કે *
સ
ર
સ
તે
જ્ઞાનપુષ્પાંજલિ
શ્રી પંડિતજી આ નવીનચંદ્ર કેશવલાલ કાપડીયા – મુંબઈ જ પ.પૂ. શ્રી પંડિત છબીલદાસ કેશરીચંદ સંઘવી જેઓ મારા પ.પૂ.ગુરુજી હતા. જેઓએ મને બચપણથી ધર્મનું જ્ઞાન તેમજ ધર્મની ક્રિયાઓ સમજાવેલ અને તેનું આચરણ પણ કરતા શીખવાડેલ. હું બચપણથી આજ સુધી તેમના જ માર્ગદર્શન મુજબ ધર્મ આરાધના કરતો આવેલ છું, તેમજ કરતો રહીશ. તેમનું જ્ઞાન, તેમની સમજાવવાની શક્તિ અજબની અને અનોખી હતી. જે તમારા મનમાં તરત જ ઊતરી જાય.
મારા બચપણમાં એક પ્રસંગ બનેલ તેનો ઉલ્લેખ કરું છું. મારી ઉંમર દસ વર્ષની હતી, હું તેમના માર્ગદર્શન નીચે ભણતો હતો, તેઓએ અમારી પાસે તેમના વિદ્યાર્થીઓ પાસે) સંસ્કૃતમાં એક નાટિકા એક કાર્યક્રમમાં પ. પૂ. આચાર્ય મહારાજના વ્યાખ્યાનમાં મોટા માનવ સમુદાય સામે પ્રસ્તુત કરાવી અને ઘણી જ સારી રીતે નાટિકા રજૂ થઈ, તેમના માર્ગદર્શન થકી અમારામાં હિંમત આવી અને કાર્યક્રમ સફળ થયો. તે પ્રસંગ આજ દિન સુધી ભૂલી શક્યો નથી. પૌષધ કરાવવામાં તેમજ તપશ્ચર્યા કરાવવામાં અમારા મનને મક્કમ કરવામાં તેમનો ઘણો જ મોટો ફાળો છે. બચપણમાં જે ધર્મ સંસ્કારના બી તેઓએ રોપેલા તેના ફળરૂપે આજે પણ ધર્મક્રિયાઓ કરતા રહ્યા છીએ અને આજે પણ તેવો ઉત્સાહ જાળવી શક્યા છીએ.
શ્રી ભટ્ટીબાઈ સ્યાદ્વાદ સંસ્કૃત પાઠશાળા જેની ઉન્નતિ માટે તેઓએ તેમની સારી જિંદગી સેવા આપી છે. તેઓ મારા પિતાશ્રી શ્રી કેશવલાલ બુલાખીદાસને વડીલ જ માનતા. મારા પિતાશ્રી તેમને મહેસાણાની પાઠશાળામાંથી અમારી પાઠશાળા માટે ખંભાત ખાતે લઈ આવ્યા હતા. ત્યારપછી તો તેમનો પાઠશાળા પ્રત્યે તેમજ મારા પ.પૂ.પિતાશ્રી પ્રત્યે અનોખો લાગણી સંબંધવિકસ્યો. તે જીવનના અંત સુધી ગાઢ રહૃાો. પાઠશાળાના વિકાસ સાથે પ.પૂ.સાધુ મહારાજ સાહેબો તથા . ૫. પૂ. સાધ્વીજી મહારાજ માટેનો જ્ઞાનનો પ્રવાહ તેઓ જીવંત રહ્યા ત્યાં સુધી વહેતો જ રાખ્યો. જ્ઞાનની ઉપાસના તથા તેનો પ્રવાહ જો જીવંત રાખ્યો હોય તો તેનો યશ શ્રી પંડિત છબીલદાસને ફાળે જાય છે. આજે પણ તેમની જ્ઞાન ભરી વાણી યાદ આવતાં તેઓની સ્મૃતિ તાજી થાય છે. તેઓ ક્યારેય ભૂલાશે નહીં. મારા જીવનના અંત સુધી તેઓ મારા આત્મામાં કાયમ જીવંત રહેશે.
છેલ્લા દશ વર્ષથી હું તેમની વધારે નિકટ આવેલ, વધારે સંપર્કમાં રહેતાં અવારનવાર પત્ર વ્યવહાર થતો, મળતા રહેતા જેથી તેમના જ્ઞાનનો લાભ મળતો રહેતો. તે માટે હું તેમનો ખૂબ જ આભારી છું. છેલ્લા ઘણા વખતથી મેં લખાણની પ્રવૃત્તિ ચાલુ કરેલ તે પણ તેમના આશીર્વાદથી જ.
આવા જ્ઞાની પુરુષ પૂ.પં.શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી યુગ યુગમાં જન્મતા રહે તો જ્ઞાનનો પ્રવાહ વહેતો રહે કારણ કે જ્ઞાન વગર મોક્ષનો માર્ગ પામી શકાતો નથી. જ્ઞાનીપુરુષ પંડિતશ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવીને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org