Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૯ ) Aજwe a sr
જ કે
ગc w w જન્મ, et » P ( રાનપુષ્પાંજલિ
એમના શબ્દોથી ખરેખર તો એક વાર આપણું મસ્તક શરમથી ઝુકી જાય અને એમના ચરણોમાં નમવાનું મન થાય !
બીજાના અલ્પ ગુણની પણ ઉપબૃહણા કરવાનો એમનો આ સમકિતગુણ ખરેખર અનુમોદનીય હતો.
ધાર્મિક શિક્ષક-શિક્ષિકાઓને “જીવતાં-જાગતાં ઊજમણાં' કહેતા અને પૂજય ગુરુદેવોને આવાં ઉજમણાંને વધુ દૃઢરીતે ઊજવવાનું કહેતા. પોતે ક્યાંય બહુમાન, સન્માન સ્વીકારતા નહીં, છતાં બીજાનું બહુમાન-સન્માન કરાવવાનું ઔદાર્ય, સૌજન્ય કદી ચૂકતા નહીં.
સહનશીલતા અને સત્ત્વ તો એમણે આત્મસાત્ કરી દીધેલ. ગમે તેવા શારીરિક કષ્ટમાં પણ સમતા અને હસતા મુખે સહેવાની સાહજીકતા જોવા જેવી હતી.
“સ્થિતપ્રજ્ઞતાનો ગુણ એમની યોગકક્ષાનાં દર્શન કરાવતો. ગૃહસ્થના વેશમાં એક “અનાસક્ત યોગી'નાં પણ દર્શન એમના જીવનમાં થતાં હતાં.
સંસારના સંબંધો અને પદાર્થો પ્રત્યે કોઈ આસક્તિ નહીં, આસક્તિ માત્ર હતી તેમને સ્વાધ્યાયની અને એમની અંતિમ ઈચ્છા પણ એ જ હતી : “સ્વાધ્યાય કરાવતાં સમાધિ મરણ મળે અને એ ભાવના એમની પૂર્ણ થઈ ગઈ. એ ઉચ્ચ આદર્શ સહુને આપી ગયા.
ધન્ય હો... વંદન હો.. આવા વિદ્વર્તિને...
પ્રાર્થવા તારા ચરણે આવી પ્રભુજી!
એક પ્રાર્થના નિત્ય કરું, સરસ્વતીની પ્રસન્નતા હો..
શ્રુતજ્ઞાને મુજ જીવન ભરૂ. રત્નત્રયીના રમ્ય પ્રકાશે,
મુજ અંતરના તિમિર હj... “ભક્ત' બનીને જિન શાસનનો
તુજ ચરણે મુજ જીવન ધરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org