Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
FE
ગુલાબ ગયું ને ફોરમ રહી
પૂ. સા. શ્રી કાવ્યપ્રશાશ્રીજી, મ.સા. (પૂ.આ.ભ.શ્રીનેમિસૂરિજી સમુદાય)
“શાસનની શાન વધારનાર, મારા જીવનની જ્યોતિને જાજ્વલ્યમાન બનાવનાર, મારા વેરાન વન જેવા જીવનને જ્ઞાનથી નંદનવન સમ પલ્લવિત બનાવનાર... “શાસનરત્ન દિવંગત પંડિત શ્રી છબીલદાસભાઈ...
જ્ઞાન પુષ્પાંજલિ
જે મારા પૂ. ગુ. મ.ના સંસારી પિતાશ્રી હતા... પણ મારી ઉપર દીકરી કરતાં પણ અધિક વાત્સલ્ય હતું... અને જ્યારે મળે ત્યારે એમ જ કહે કે હવે બેસી જા ને ક્યાં સુધી ફર્યા કરવું છે... સંયમ જીવન સિવાય કોઈનો ઉદ્ધાર નથી...
“સંવત ૨૦૫૦માં જ્યારે પાલિતાણા જંબુદ્વીપમાં ચોમાસાના દિવસોમાં રોકાયા હતા ત્યારે મેં કહ્યું કે કાકા તમે જ્યોતિષશાસ્ત્રમાં નિષ્ણાત છો તો તમારું આયુષ્ય કેટલું છે ? તે અમોને કહોને? ત્યારે જ તેમણે મને કહ્યું કે... તમારે તેનું શું કામ છે. પણ એટલું તો નક્કી જ છે કે તારી દીક્ષા કર્યા વગ૨ હું જવાનો નથી... અને ખરેખર સંવત ૨૦૫૭ની સાલમાં તેમણે મારી દીક્ષામાં આવીને જે વાતાવરણ ઊભું કર્યું, તેનું વર્ણન થઈ શકે તેમ નથી.
મારા સંયમદાતા પ. પૂ. ગચ્છાધિપતિ દેવસૂરીશ્વરજી મ.સા. તથા પ્રેરણાદાતા પૂ. છબીલકાકા બંને એક જ વર્ષમાં ચાલ્યા ગયા...
મારા જેવા અનેક આત્માને સમ્યજ્ઞાનનું દાન કરનાર અને સંયમમાર્ગસુધી પહોંચાડનાર પંડિતજીએ સુંદ૨શૈલીમાં સચોટ અને સત્ય વર્ણન કરી ચારિત્રરૂપી પુષ્પ પરિમલે અનેક આત્માઓને સંયમમાર્ગે વાળ્યા.
Jain Education International
કેટલાયે આત્માઓનાં અનાદિમિથ્યાત્વતિમિર અને મલિનગુણોનો નાશ કરી દિવ્યશક્તિ અને દિવ્યચેતનારૂપી સમ્યક્ત્વ દીપક પ્રગટ કરવામાં તેઓ નિમિત્ત બન્યા. “વિચાર સ્વગ્ન સિદ્ધ કરનાર મહાશિલ્પી સંસારની ફૂલવાડીમાંથી પોતાની જીવનલીલા સંકેલી ચાલતા થયા...
તેઓશ્રીના સૌરભતાના ગુણાનુવાદ કહેવાની શક્તિ મારા જેવાની અલ્પબુદ્ધિમાં ક્યાંથી
For Private & Personal Use Only
www.jainelibrary.org