Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૪
પ્રભુશાસનના રાગી પંડિતજી
સ્પ્રે પૂ. સા.શ્રી શ્રીમોક્ષધર્માશ્રીજી મ.સા. ૪
મહાન પુરુષો અનેક ગુણોથી યુક્ત હોય છે તેમાં પણ જ્ઞાની તો વિશેષ મહાન હોય છે.
જ્ઞાની પુરુષો હંમેશાં સઘળા માણસો વડે વખાણવા યોગ્ય જ હોય છે. તેમની કીર્તિ દશે દિશામાં ફેલાયેલી હોય છે. તેઓ હંમેશાં સદ્ધર્મરૂપી કીર્તિને ફેલાવવામાં એકચિત્તવાળા હોય છે. સર્વ જનસમુદાયના અજ્ઞાનસંબંધી અંધકારનો નાશ કરવામાં જ તત્પર હોય છે.
આવા જ ગુણોથી યુક્ત આધ્યાત્મિક જીવન જીવનારા પં. શિરોમણિ છબીલદાસભાઈ હતા. જેઓએ પોતાના સંપૂર્ણ જીવન સુધી જ્ઞાનદાન જ કર્યું છે. જેઓને રોમેરોમમાં જ્ઞાન વણાઈ ગયું હતું. જેથી પ્રભુશાસનનો પણ અનહદ રાગ હતો. પોતાને મળેલ જ્ઞાનની વર્ષો સુધી પરંપરા ચાલે તેવી ભાવના હતી. જેથી જે પણ યોગ્ય વ્યક્તિઆવે તેનીપાસે જ્ઞાનથી થયેલ અનુભવો કહેતા. પોતે અનુભવેલ વાત બીજાને લાગણીથી કહેવામાં આવે ત્યારે સામેની વ્યક્તિ ને તરત જ અસર થાય છે. તેમના સાંસારિક જીવનમાં થયેલા તથા જ્ઞાનાભ્યાસમાં થયેલા ઘણા અનુભવો કહેતા
હતા.
જ્ઞાન પુષ્પાંજલિ
મને તો પુણ્યોદયે તેમની પાસે ત્રણથી સાડાત્રણ વર્ષ સુધી સતત અભ્યાસ કરવા મળ્યો છે અને તેમાં ઘણા અનુભવો મળેલ છે. તેમના મનની સમાધિની વાત તો અત્યારે વારંવાર સ્મૃતિપટ પર આવે છે. સંસારમાં સુખ-દુઃખની હારમાળા ચાલે છે. એક જ વર્ષમાં પત્ની તથા મોટા પુત્રનો વિયોગ થયો પછી થોડા સમય પછી નાની ઉંમરવાળાં પુત્રી અને જમાઈ ગુમાવ્યા અને ત્યાર પછી નાની પુત્રી ના વર અર્થાત્ પોતાના નાના જમાઈ. આ બધું જ પોતે દુઃખને અનુભવ્યું છતાં કર્મનો દોષ છે તેમ માની મનને સમજાવતા પોતે તો ભણેલ એટલે સમજી શકતા પરંતુ સ્વજનવર્ગને પણ સમાધિ અપાવતા.
- તેમના જીવનમાં કોઈનો પણ નાનો ઉપકાર હોય તો યાદ રાખી ઋણમુક્ત થવાની ખૂબ
જ ભાવના ભાવતા.
કોઈ પણ કાર્ય કરવું હોય તો બધાંને ધ્યાનમાં રાખી પોતાના પરિવારમાં કોઈને પણ તકલીફ ન પડે તેમ કરતા. કોઈ પણ જગ્યાએ બહાર જવું હોય તો પણ પુત્રોને પૂછે તમને ચારે ફાવશે. કડક વાત તો ક્યારે પણ નહીં કે તમારે આવવું જ પડશે. પુત્રો પણ ઈંગિત આકારને જાણનારા હતા. જ્યાં પણ જવું હોય, જ્યારે જવું હોય ત્યારે તૈયાર જ હોય.
- મનને જે રીતે તૈયાર કર્યું તે જ રીતે કાયા પણ ટેવાઈ ગઈ હતી. તબિયત બગડે ત્યારે સહન થાય ત્યાં સુધી સહન કરે.
જીવન દરમ્યાન ‘એલોપેથીક' દવા લીધી નથી અને દેશી દવા પણ સહન ન થાય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org