Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૫
પંડિત મૂર્ધન્ય શ્રી છબીલદાસભાઈ
આ શ્રી રસિકલાલ શાંતિલાલ મહેતા, સુરત જ
જૈનદર્શન વ્યાકરણ અને ન્યાયના પ્રખર વિદ્વાન્ પંડિતવર્યશ્રી છબીલદાસભાઈના દુઃખક અવસાનથી અમારા અધ્યાપકગણમાં શિરછત્ર ગુમાવવા સમાન બન્યું છે.
જ્ઞાન પુષ્પાંજલિ
-
અમો અધ્યાપકોને ભણાવવાના કાર્યમાં કંઈ પણ ન સમજાય, ન ઉકેલી શકાય તેવા વિષયોના પ્રશ્નોને તેઓશ્રી સરળતાથી સમજાવતા હતા. તેઓશ્રીની ભાવના પણ ઘણી ઊંચી હતી. તેઓ હંમેશાં કહેતા કે હું સ્વાધ્યાયમાં હોઉં અને મારું મરણ થાય. ખરેખર તેમજ બન્યું. સવારે વહેલાં પૂજા-સેવા કરી ભણાવવા બેસવાની તૈયારી કરતા હતા અને અચાનક છાતીમાં દુ:ખાવો થવાથી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં દેહત્યાગ કર્યો.
પંડિતજીએ ક્યારેય એલોપેથીક દવા લીધી નથી. જે એલોપેથિક દવાઓ પ્રાણિજન્ય અને અનેક આરંભ-સમારંભથી થતી હોય છે. તેઓશ્રી શરીરની સ્વસ્થતા ન હોય તો ક્યારેક ઉપવાસ ક્યારેક છઠ્ઠ-ક્યારેક અમ કરતા. જેથી દવા લેવી પડતી નહીં.
તેમના જીવનમાં કર્મના પરવશપણાથી આવેલ વિટંબણાઓને પણ સમભાવે સ્વીકારી લીધી છે, જેથી તેઓનું મન વિષમ સંજોગોમાં પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને પરવશ બન્યું નથી.
Jain Education International
તેઓશ્રી જૈફ વયે પણ અધ્યાપન કરાવવામાં ભણાવવામાં મશગુલ રહેતા. તેમના ઘેર આવનાર પૂ. મુનિભગવંતો, પૂજ્ય સાધ્વીજી ભગવંતો અને શિક્ષકોને કલાકો સુધી અપ્રમત્તપણે ભણાવતા હતા. કેટલો સમય થયો તે વાત પણ ભૂલી જતા. પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ. સાહેબના ઉપદેશથી સ્થપાયેલ જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદના માધ્યમે શિક્ષકોના વિકટ પ્રશ્નોને પણ તેઓ ઉકેલવામાં સલાહ અને માર્ગદર્શન આપતા.
જૈન ધાર્મિક-શિક્ષક-શિક્ષિકાના કોઈ તકલીફના અથવા વ્યવહારિક વિટંબણાના સમાચાર સાંભળે તો તેઓનું હૃદય દ્રવી ઉઠતું. શિક્ષક-શિક્ષિકાને સહાયક થવામાં વારંવાર પ્રેરણા કરતાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org