Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૪ )
, +:
::
.
મમ:
, ગ .. ક ડી
:- -
-જ (શાનપુષ્પાંજલિ )
૨
શારીરિક અસ્વસ્થતાને લીધે બહાર નીકળવાની અનુકૂળતા ન રહેતાં સુરતમાં પોતાના ઘરમાં પૂ. સાધુ-સાધ્વીજીભગવંતો વગેરેને ભણાવતા
શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદની સ્થાપના થઈ ત્યારથી પં. વસંતભાઈ દોશી તેમના વિશેષ સંપર્કમાં આવ્યા. તેમને તેઓ વડીલ માનતા અને પરિષદના દરેક કાર્યો અને પ્રસંગોમાં તેમની ઉપસ્થિતિ અવશ્ય હોય જ... આજે પરિષદનો જે વિકાસ થયો છે તેમાં તેમનો વિશેષ ફાળો છે. આ બેની આજે જોડી ખરેખર તૂટી ગઈ છે. વસંતભાઈ તેમને પૂછયા કે કહ્યા વિના
ક્યારેય પણ કંઈ કરતા નહીં અને તેઓ પણ સાચી સલાહ-માર્ગદર્શન આપતા. આજે “પરિષદ'ને બહુ ભારે ખોટ પડી ગઈ છે. નાના-મોટા, નવા-જુના પંડિતો અને શિક્ષકો પ્રત્યે તેમને ખૂબ જ આદરભાવ-આદર હતો. સૌને માન આપતા, મીઠાશથી વાત કરતા અને સૌના કાર્યની દીલથી પ્રશંસા કરતા અને સારી પ્રેરણા કરતા, બળ આપતા.
મહેસાણા પાઠશાળા અને પરીક્ષક વાડીભાઈ, પુખરાજજી સાહેબ વગેરે પ્રત્યે એમને ખૂબ જ આત્મીયતા હતી. સંસ્થાના શતાબ્દી મહોત્સવ આદિ પ્રસંગોએ સંસ્થાની પ્રગતિ થાય એવી શુભભાવના' દર્શાવવા સાથે તેમણે ઘણો સહયોગ આપ્યો હતો.
પૂ. આ. શ્રી નંદનસૂરીશ્વરજી મ. સા. આદિ અનેક આચાર્ય ભગવંતોને તેમના પ્રત્યે અત્યંત માન હતું. અમુક બાબતોમાં એમની ખાસ સલાહ લેતા અને તેઓ જે કંઈ કહે તે વિચારણામાં લેવાતું.
પંડિતજી સાથેનો મારો પણ ઘણા વર્ષોનો ગાઢ સંબંધ હતો. ઘણી વખત તેમના સત્સંગનો - સંપર્કનો મને લાભ મળ્યો છે. મેં શિક્ષણ પત્રિકામાં તેમના વિશે લેખ લખી તેમના પ્રત્યેનો અભાવ પણ વ્યક્ત કરેલ.
હવે આવા પંડિજીઓ મળવા અત્યંત દુર્લભ છે. વસંતભાઈનો આધાર તૂટી ગયો છે. એમના ઉપર હવે ઘણી જવાબદારી આવી ગઈ છે. આપણે સૌ એમને સાથ-સહકાર આપવાની તત્પરતા દર્શાવીએ એ જ શુભભાવના.
બ્રતિ અને
બાહ્ય સામ્રાજ્ય કરતાં જ્ઞાન-સામ્રાજ્યનો મહિમા વધારે છે. કેમકે રાજા તો સ્વદેશમાં જ પૂજાય છે, જ્યારે જ્ઞાનીતો સર્વત્ર પૂજાપાત્ર બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org