Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
- - * * * * * * - V (
Sજ્ઞાન પુષ્પાંજલિ
૬ વિધાગુરુ પંડિતજી કે
૪ પૂ.સા.શ્રી. પુણ્યપ્રભાશ્રીજી મ.સા. 8
શ્રી જ્ઞાનદાતા પંડિતવર્યશ્રી મારા વિદ્યાગુરુ હતા ખંભાતમાં તેઓશ્રી પાસે તર્કસંગ્રહ, પ્રમાણનય, સ્યાદ્વાદમંજરી, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, તવાર્થ, જ્ઞાનસાર વિ.નો અભ્યાસ કર્યો છે. જ્ઞાન સાથે અનુભવ - હિતશિક્ષા વિ.થી ઘડતર કરવું એ એમની અનોખી પદ્ધતિ હતી. તેઓશ્રીનું ઋણ ક્યારેય વાળી શકાય તેમ નથી.
તેઓશ્રીના જીવનવનબાગમાં જ્ઞાનપિપાસા, આધ્યાત્મિકજીવન, પરોપકારિતા. નીડરતા, સ્પષ્ટવસ્તૃત્વ, ગંભીરતા વિ. ગુણોરૂપી પુષ્પોની સુવાસ મઘમઘાયમાન હતી. ભલે પ્રત્યક્ષ દેહે નથી પરંતુ પરોક્ષ ગુણદેહે સહુકોઈના હૃદયમાં છે.
તેઓશ્રી જૈનશાસનના રત્ન હતા, શાસનમાં સૈદ્ધાંતિક જ્ઞાનીની ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. ગુંચવણભર્યા પ્રશ્નો ઉકેલવા માટેનું એક અપૂર્વથાન હતું.
તેઓશ્રીએ અંતિમક્ષણો સુધી જ્ઞાનદાન કરી. જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમકરી સદ્ગતિ પ્રાપ્ત કરી છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સ્વ-પરનું કલ્યાણ કરે એજ દેવગુરુપ્રતિ પ્રાર્થના.
ઘણાંવર્ષે આવખતે (મહામહિને) ચાંગોદર (સરખેજ-બાવળા હાઈવે) પૂ. આ.ભ.શ્રીમત્ પદ્મસાગરસૂરિજીની પાવનનિશ્રામાં ચાલતી અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે મળવાનું થયું. છતાં અવર્ણનીય સ્મૃતિ હતી. ભાવ અપૂર્વ હતો.
-પૂ.આ.ભ.શ્રીમત પદ્ધસાગરસૂરિજી મ.સા.ની પાવન
| નિશ્રામાં ચાલની અંજનશલાકા.
શ્રુતજ્ઞાન એ નિર્મળ ગંગાજળ છે. ગંગાજળ જેમ તન-મનને પાવન કરે છે. તેમ શ્રુતજ્ઞાન રૂપી ગંગાજળ મન-વચન અને
કાયામાં શુભનું આરોપણ કરીને પવિત્રતા આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org