Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જ્ઞાનપુષ્પાંજલિ
ઉપકારોને યાદ કરી આજે હૈયું અને આંખ બંને રડી રહ્યા છે... કુટુંબનું શિરછત્ર ગણો કે મોભ ગણો... બધાને જ નિરાધાર મૂકીને ચાલ્યા ગયા. પરિવારને અને શાસનને જે ખોટ પડી છે તે પૂરાય તેવી નથી...
૬૧
તેમના કંઠમાં રણકાર અને વાણીમાં મીઠાશ. આંખોમાં અમી અને બુદ્ધિમાં તીક્ષ્ણતા. સ્વ પ્રત્યે કઠોર અને સર્વ પ્રત્યે કોમળ. જીવનમાં સાદગી અને સ્વભાવમાં તાજગી. નિદ્રા અલ્પ અને જ્ઞાનદાન તીવ્ર. દૃષ્ટિમાં નિર્મળતા અને વૃત્તિમાં પવિત્રતા. વાત્સલ્યમાં સાગરતુલ્ય અને સંકલ્પમાં મેરુતુલ્ય. સફળતા પુષ્કળ છતાં સરળતા જોરદાર.
વયથી વૃદ્ધ છતાં કાર્યમાં યુવાન.
સ્પૃહા વિનાનું જીવન પરાર્થવૃત્તિથી ભર્યું ભર્યું હતું...
મસ્ત વક્તૃત્વકળા, ડગલે ને પગલે દેખાતું વિનયગુણનું પાલન અને જટિલ પ્રશ્નોને પણ સરળતાથી ઉકેલવાની કળા તેઓશ્રીમાં હતી...
હૈયાની વાત હવે કોની આગળ જઈને કહીશું ?
મનની મૂંઝવણ હવે કોની પાસે ઠાલવશું ?
અંતરના ઉચાટ હવે કોની પાસે ખાલી કરીશું ?
સદ્ગત આત્મા જ્યાં હોય ત્યાં સમ્યક્ત્વ-શાસન-સંયમ પામી શા મુક્તિ સુખના ભોક્તા બને તે જ ભાવના...
ઉદયમાં આવતા વેદનીય કર્મને સમતાભાવે સહન કરતા. . પરિવારને પણ પ્રેરણા આપતા કે આવેલ કર્મને સમતાથી સહન કરશો તો જૂના કર્મની નિર્જરા થશે. . તમે અમારી વચ્ચેથી ચાલ્યા ગયા.. પરંતુ તમારા અપૂર્વ ગુણોની ચિરસ્મૃતિ સ્થાયી રહેશે.
છેલ્લે એક જ માગણી કરીએ છીએ કે તમારો શ્રેષ્ઠ ગુણપરાગ અમારામાં ઉતરે અને તમારી જેમ અમે પણ અમારું જીવન ધન્ય બનાવીએ......
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org