Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૯
ખર
ઉપકારી પંડિતવર્ય
ૢ પૂ.સા. શ્રી જયન્તપ્રભાશ્રીજી, મ.સા. ≈ (પૂ.આ.ભ.શ્રીનેમિસૂરિજી સમુદાય)
આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને મન-વચન-કાયાથી જેઓ સમર્પિત થયા છે, તેઓના જીવનમાં કેવું તેજ-બળ અને અત્યંતર ઐશ્વર્ય પ્રગટે છે, તેવાં નજીકના ઉદાહરણમાં શ્રુતજ્ઞાની પંડિતવર્યનું નામ આવે છે.
જ્ઞાન પુષ્પાંજલિ
તેઓ ભાભર ગામના વતની હતા. બાલ્યવયમાં તેઓ મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ કરવા ગયા, ત્યાં તેઓની કોઈ પૂર્વજન્મની આરાધના એવી વિશિષ્ટ હતી કે જેથી અન્ય વિદ્યાર્થીઓ કરતાં તેઓની બુદ્ધિ અને ગ્રહણશક્તિ વિશેષ હતી. તેથી સિદ્ધહેમ વ્યાકરણ, સાહિત્ય, ન્યાય આદિ વિષયોનો થોડા સમયમાં અભ્યાસ કરી તૈયાર થઈ ખંભાત આવ્યા. સાધુ - સાધ્વીજી ભગવંતોને બહુમાનપૂર્વક ભણાવવા લાગ્યા. જ્ઞાનની પરબ ચાલુ થઈ. તેમાં સ્વભાવકૃત્ ગુલાબના પુષ્પરૂપ નિઃસ્પૃહતા-નિખાલસતા અને નીડરતા આ ત્રણગુણ જીવનમાં ઠાંસી-ઠાંસીને ભરેલા હતા. જ્ઞાનને આત્મસાત્ કરેલું હતું. અમારા જેવા પામર આત્માને વારંવાર કહેતા કે સ્વાધ્યાય સમાન તપ નથી. સ્વાધ્યાય સંજીવની ઔષધિ છે. એવા પરમઉપકારી, જ્ઞાનદાતા પંડિતજી સુંદર અભ્યાસ સાથે અનુભવ જ્ઞાન ઘણું આપતા. સંસારના ઘણા ઘા લાગવા છતાં હાય-વોય કરી નથી. કર્મબંધનથી નિર્લેપ રહેતા. આવા મહાન્ આત્મા વિરલ વિભૂતિ બની ગયા. દેહથી ચાલ્યા ગયા. પણ કીર્તિથી અમર બની ગયા. પ્રકૃતિએ આપણને બક્ષેલું જીવન ઘણું ટૂંકું છે પણ સારીરીતે વ્યતીત કરેલા જીવનની સ્મૃતિઓ શાશ્વત છે.
Jain Education International
તેઓના સમાચાર પવનવેગે સાંભળતાં વજ્રઘાત પડ્યો તેટલું દુઃખ થયું પણ કુદરત આગળ તો દેવાધિદેવનું પણ ચાલ્યું નથી. જન્મ છે ત્યાં મરણ છે જ, છતાં અમારા જ્ઞાનદાતાને અમે ક્યારે ભૂલવાના નથી. આવા પ્રખર વ્યક્તિના ગુણોનું વર્ણન,આ જીભ કરવાને સમર્થ નથી. તેઓને અંતિમ જીવન સંયમ માર્ગમાં પસાર કરવાની ભાવના હતી. સાંસારિક સંયોગોના કારણે પોતે સંયમ ન લઈ શક્યા. તેઓની અંતિમ ભાવના હતી કે મારું સમાધિ મરણ થાય તો સારું, ભાવના અનુસાર પોતે છેલ્લા શ્વાસોશ્વાસ સુધી નવકારમંત્રનું સ્વયં સ્મરણ કરતાં આ નશ્વરદેહનો ત્યાગ કર્યો.
તેઓનો આત્મા જ્યાં ગયો હોય ત્યાંથી એમના જ્ઞાનનો અને ગુણોનો વારસો આપતા રહે. ઉત્તરોત્તર પ્રભુ શાસનને પામી જલદી-જલદી શાશ્વત સુખને પ્રાપ્ત કરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org