Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
-(જ્ઞાન પુષ્પાંજલિ )
” શાસનનો ઝળહળતો જ્ઞાનદીપક
પૂ. સા. શ્રી પીયૂષપ્રશાશ્રીજી મ.સા.
પિંડદાતા માતા-પિતાના ઉપકારોથી જિન-ધર્મવાસિત કુટુંબમાં અવતરણ થયું. ચારિત્રમોહના ક્ષયોપશમે સંયમદાતા ગુરુજનોએ સંયમદાન કર્યું. સંયમ-પ્રાપક એવા મારા જીવનને મઢવાનું, શણગારવાનું કાર્ય કરનારા જ્ઞાનદાતા પંડિતવર્ય માટે હું શું લખું ? શું ના લખું ? વીતરાગના શાસને દર્શાવેલા પંચાસ્તિકાય જગતમાં ચેતનદ્રવ્યનાં મૂલ અંકાતા હોય તો તેનાં જ્ઞાન...ચેતના.... સંવેદના ગુણને આભારી છે, તિરોભાવે રહેલા શુદ્ધક્ષાયિકકેવળજ્ઞાનને પ્રગટકરવાની પૂર્વભૂમિકામાં....ક્ષયોપશમ ભાવના સમ્યફ શ્રુતજ્ઞાનની પરબ વર્તમાનકાળે નિહાળવી હોય તો પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ સંઘવી. જંગમ પાઠશાળા એટલે... પંડિતવર્ય. અધ્યયન તથા અધ્યાપન એ એમના જીવનના પ્રાણ હતાં. ઔદયિકભાવે સર્જાતી પ્રતિકૂળતા, વિષમતા, વિટંબણાઓને પચાવવાની કળા તે જ હસ્તગત કરી શકે જે સમ્યજ્ઞાનવાન હોય. “જ્ઞાનg wત્ત વિતિઃ' મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.એ વિરતિનું સ્વરૂપ નીચેની પંક્તિમાં દર્શાવ્યું છે.
જાણ ચારિત્ર તે આત્મા, નિજસ્વભાવમાં રમતો રે,
લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ - વને નવી ભમતો રે. જ્ઞાનીને સંસારભાવ વિશેષતઃ હલાવી ન શકે. આ કક્ષાને પામેલા પંડિતવર્યના કર્મકૃત જીવનમાં ઘણી બધી આપત્તિઓ, મુશ્કેલીઓ, પ્રતિકૂળતાઓ, વિપત્તિઓ આવેલી પણ જ્ઞાનના પરિપાકરૂપ જીવનનો મુદ્રાલેખ-મંત્ર હતો, બધું જ “હોય” કદાપિ “હાય” નહિ , જ્ઞાનદાતાની આ વિચારધારાને મુમુક્ષુ સાધક જો આત્મસાત્ બનાવે તો સહિષ્ણુતા, સ્થિરતા, સ્થિતપ્રજ્ઞતા, શાંતિસમાધિ-સંમત્વસ્વરૂપ અવશ્યફળ અપાવે. આવા જ્ઞાનદાતા ગુરુવર્યનો જ્ઞાનપૂત આત્મા જયાં હોય ત્યાં શીધ્રાતિશીધ્ર સમ્યગુરત્નત્રયીની આરાધનાકરી શાશ્વત સુખનો ભોક્તા બને તે જ અભ્યર્થના...
શુતજ્ઞાન પરમ ગારુડી-મંત્ર છે.ગારુડી મંત્ર શરીરમાં પ્રવેશેલા ઝેરને દૂર કરે છે, તેમ શ્રુતજ્ઞાન આત્મામાં પેસેલા
મોહ-ઝેરને દૂર કરીને જીવને શિવપદ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org