Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૦
સફળતા પુષ્કળ છતાં સરળતા જોરદાર
ુ પૂ. સા. શ્રી. અનંતપ્રભાશ્રીજી મ.સા. (સંસારી પક્ષે સુપુત્રી) = (પૂ.આ.ભ.શ્રીનેમિસૂરિજી સમુદાય)
આ જગત ઉપવનમાં અનેક આત્માઓ ખીલે છે ને કરમાય છે... પરંતુ તેમાં કોઈક આત્માઓ ગુલાબના પુષ્પોની માફક પોતાનું જીવન સુવાસિત મઘમઘતું બનાવી આ જગતના જીવોને સૌરભ આપે છે...
જ્ઞાન પુષ્પાંજલિ
માતા-પિતા તો ઘણા ભવોમાં કર્યા. . પણ આવા માતા-પિતા તો કોઈ પૂર્વના મહાન પુણ્યના ઉદયથી જ મળે.. કે જે આત્માને અજન્મા બનાવવાની સાધનામાં સહાયક બને.! મને પણ આવા મહાન પંડિત પિતાના કુળમાં જન્મ મળ્યો તેનું હું ગૌરવ અનુભવું છું.
મને સંયમમાર્ગે વાળવામાં જો કોઈનો ય વધુ ઉપકાર હોય તો મારા પિતાશ્રીનો છે. તેઓ બધા જ પુત્ર અને પુત્રીઓને લગ્નના આગલા દિવસે પણ કહેતા કે જો તારે દીક્ષા લેવી હોય તો મારે તો દીક્ષા જ અપાવવી છે...! જે પણ સંસારમાં રહેલા ભાઈ-બેનના લગ્ન થયા તે પણ તેમની પત્રિકામાં એમ જ લખતા કે ‘સંયમ પંથે ન જઈ શકનાર સંતાન માટે લગ્નજીવન અનિવાર્ય છે.’ તેમનો ભાવ આવા વાક્યો દ્વારા પ્રગટ થતો.
જ્યારે પણ અમોને મળવા આવતા ત્યારે ઘરનાં બધાંને ખાસ સૂચન કરતા કે સંસારની કોઈ પણ વાત મ. સા. પાસે કરવી નહીં.
તેમનું જ્ઞાન ઘણું હતું... જેથી અમો સુરત ૧ મહિનો રોકાયા ત્યારે મને વારંવાર એમ કહેતા કે મારો જ્ઞાનનો વારસો કોઈએ લીધો નહીં તેનું મને દુઃખ છે. અમે પણ તેમના જીવનને પૂરેપૂરું પિછાણી ન શકયા... પણ જ્યારે તેમના ગયા બાદ સેંકડો આચાર્ય ભગવંતો અને સાધુસાધ્વીજી ભગવંતોના આશ્વાસન પત્રો આવ્યા ત્યારે જ અમોને સાચી તેમની ઓળખાણ થઈ...
હંમેશ માટે મને એમ જ કહેતા કે વ્યાખ્યાન વાંચતા ન આવડે તો સંયમજીવનની કાંઈ જ કિંમત નથી... જેથી અમારે આ વખતે સુરત ચાતુર્માસ ક૨વાની ભાવના તો હતી, પણ અમોને ચાતુર્માસ માટે મઢી મોકલ્યા... એ ચાતુર્માસની આરાધનાના સમાચાર રોજ પૂછાવતા... જ્યારે અમે વ્યાખ્યાનની શરૂઆત કરી ત્યારે તેમને ઘણો જ સંતોષ થયો...
તેમણે જીવનમાં સ૨ળતા-આત્મીયતા-ગંભીરતા આદિ ગુણોને આત્મા સાથે સહજ રીતે કેળવ્યા હતા. સદાય જ્ઞાનમાં મસ્ત રહેતા. વિચારીયે તો તેઓશ્રી પાસેથી વધુ મળે એમ હતું. એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org