Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૭ )
મા
મન vv - , ,
, , , , , " ક " મા .
. . . - આજ * . ( રૌનપુષ્પાજલિ
ભગવંતોને એવી રીતે જ્ઞાન પીરસ્યું કે તેઓ વિદ્વાન્ બન્યા, સાધક દશામાં આગળ વધ્યા. આજે પંડિતજી હયાત નથી પરંતુ તેઓશ્રીની યાદ આજે પણ જીવંત છે. ફૂલ ખીલીને કરમાય છે જરૂર, પણ કરમાઈ ગયા પછી પણ તેની યાદ જીવંત રહે છે, કારણકે ફૂલ ફોરમ ફેલાવીને કરમાય છે. એ ફોરમથી પણ તે અમર બની જાય છે, તેમ માનવ, જન્મ પામે છે, મોટો થાય છે અને મૃત્યુ પણ પામે છે પણ એ માનવ અમર બની જાય છે કે જે પોતાના જીવનમાં અનેક ગુણોરૂપ પુષ્પોની સુવાસ દશે દિશામાં પ્રસરાવે છે. પંડિતવર્યશ્રીએ મહેસાણા શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કર્યો. જૈન ધર્મનો તલસ્પર્શી અભ્યાસ કરી પ્રકાંડ વિદ્વાન્ બન્યા. પંડિતત્વ પામીને જીવનદીપ પ્રગટ હતો ત્યાંસુધી જ્ઞાનની લહાણી કરતા રહ્યા.
કોઈપણ પ્રકારના ભેદભાવ વિના અપૂર્વ વાત્સલ્યભાવે નાનાથી લઈને મોટા તમામ ગુરુભગવંતોને શાસ્ત્રબોધ કરાવવામાં મહત્વ પૂર્ણ સહયોગ આપ્યો.
વિશેષ વાત એ છે કે મારા ગુરુદેવ પૂજ્ય આ.શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના પરિચયમાં સવિશેષ આવ્યા છે, ગુરુદેવશ્રીના તેઓ પરમભક્ત હતા. અવારનવાર પૂજય ગુરુદેવશ્રી પાસે કલાકોના કલાકો બેસતા, શાસનની ગંભીરવાતો કરતા. સમયે યોગ્ય માર્ગદર્શન પણ આપતા.
અનેક ગુણોના સુપુષ્પોથી હર્યાભર્યા એવા છબીલદાસભાઇશ્રીનું હૈયું એક માત્ર ઉઘાન નહિ સાક્ષાત્ નંદનવન જેવું હતું.
એમના જવાથી શાસનને બહુ મોટી ખોટ પડી છે... શાસનદેવને એક પ્રાર્થના કરીએ કે તેમનો આત્મા શીધ્રાતિશીધ્ર મોક્ષપદની પ્રાપ્તિ કરે !
હે પ્રભુ! જેણે મને ભીખ માંગતો કર્યો છે, એ લોભની શી વાત કરું? મારો ખ્યાલ જ નહીં, તે આટલો ઊંડો હશે! લોભ અને તેની દીકરી આશાના સંગમાં લુબ્ધ એવો હું બધાની સામે ચપ્પણિયું લઈ ઊભો રહું છું. | કૂતરાની જેમ ઘર-ઘર ભટક્યા કરું છું. પ્રભુ, તારી તો વાત જ નિરાળી ! તે તો આશાને જ દાસી બનાવી દીધી છે; જ્યારે હું, આખી દુનિયાનો દાસ ! તારામાં મેરુની નિશ્ચલતા. તારી એ નિશ્ચલતાને જોઈને જ, મેરુ પત્થરનો પુંજ બન્યો.
જ્યારે હું તો, કાચિંડાની જેમ પળ પળ પલટાતો રહું છું. પવન પણ સ્થિર લાગે, એવો હું ચંચળ! તું શુદ્ધ, બુદ્ધ ને નિરંજન, હું તારાથી સાવ સામે છેડે. હું તો, આચરણે સાવ ઊંધો. રણમાં ઝાંઝવાનાં જળને જોનારો હું, અશુદ્ધ તો એવો કે ઓળખ જ નથી રહી. શરીરે ચળ આવે ત્યારે, કુવેચ ઘસનારો હું. પરિણામ તો જે જw આવે તે ભોગવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org