Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૦ )
, મ મ મ મ ક " ગામ "
છે..., ve:
*
. . * (
પાનપુષ્પ
જોલ
र सम्यग्-दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः
- આ પૂ. પં. શ્રી વજસેન વિ. મ.સા. ક ઈ પણ
પૂર્વાચાર્યશ્રી ઉમાસ્વાતિ મહારાજા તત્ત્વાર્થસૂત્રના પ્રારંભમાં પ્રથમ સૂત્રમાં સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ મોક્ષનો માર્ગ છે તેના વિષે આપણને સમજાવે છે.
આ સૂત્રમાં જ્ઞાનને સેન્ટરમાં રાખીને જણાવે છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને શુદ્ધિ માટે સમ્યજ્ઞાન આવશ્યક છે.
ચારિત્રના વિશુદ્ધ પાલન માટે પણ સમ્યજ્ઞાન જરૂરી છે. જ્ઞાનથી વૈરાગ્ય પુષ્ટ થાય છે.
કહ્યું છે કે “જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મની હાણ.” જ્ઞાનથી કર્મ ક્ષય થાય છે, પરંતુ એ સમ્યજ્ઞાન સુધી પહોંચવા સામાન્ય જ્ઞાનથી ભાવના જ્ઞાન સુધી પહોંચવાનું છે.
આપણે આજ જે કાંઈ સમ્યઆરાધના કરીએ છીએ તેનું કારણ પૂર્વાચાર્ય ભગવંતોએ શબ્દસ્થ કરેલું જ્ઞાન છે.
જ્ઞાનની પૂર્ણતા તરફ આગળ વધવા માટે આત્મજ્ઞાન જરૂરી છે, તે આત્મજ્ઞાન એટલે સ્વવિષયક જીવનું જ્ઞાન તેના દ્વારા આત્મવત્ સર્વ જીવો જોવા - જાણવા, તેથી જ્ઞાન પરિણતજ્ઞાન બને છે. અને આ, જ્ઞાન થતાં તેના પરિપાક રૂપે (ફળ રૂપે) વિનય-નમ્રતા-ઔચિત્યતા જેવા અનેક ગુણો પ્રગટ થાય છે.
આપણે આપણો વિચાર તો ભવોભવ કર્યો છે અને કરતા આવ્યા છીએ તેનું કારણ અજ્ઞાનતા છે, હવે બીજા જીવનો વિચાર કરવાનો છે અને તેનાથી સમ્યગૃજ્ઞાનને પુષ્ટ કરવાનું છે.
માત્રનેતિ પરાર્થ વ્યસનિનઃ | પરમાત્માના જીવનમાં આ મૂળગુણ હતો. પરમાત્માનું જીવન પરાર્થ વ્યસની-બીજાના પરોપકારના વિચારોમાં ઓતપ્રોત હતું. તેથી કર્મનિર્જરા કરતાકરતા તીર્થકરત્વને પામ્યા.
આવું જ્ઞાન જીવનમાં પ્રગટ કરવાનું છે અને તે પ્રગટેલા સમ્યજ્ઞાનને અનેકના જીવનમાં પ્રગટાવવાનું છે, તે જ્ઞાનનું દાન જ શ્રેષ્ઠદાન ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org