Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
'કર )
, ,
, , , , , ,
, , , , , , , , , , ,
શનિપ્પાજલિ
પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ સંઘવી તે એક સદાચારમય વિદ્વદુવ્યક્તિત્વ
* પૂ.પં.શ્રી કલ્યાણબોધિવિજયજી ગણી ૪
સં. ૨૦૩૫ અને સં.૨૦૩૬ આ બે સાલનાં ચોમાસાં અમારાં ખંભાત થયાં. કમનસીબે પ્રથમ ચાતુર્માસમાં પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ ત્યાં જ હોવા છતાં યોગ ન થયો. બીજા ચાતુર્માસમાં તેમની પાસે અધ્યાયન કરવાનો લાભ મળ્યો. સિદ્ધહેમ વ્યાકરણનો પ્રારંભ કર્યો. તેમની અધ્યાપન કળા જોઈને હું દિડુ થઈ ગયો. આખું વ્યાકરણ સ્વનામવત કંઠસ્થ હતું. આમ થોડી આંખની તકલીફ હતી પણ આંખનો ઉપયોગ કરવાની જરૂર જ ન હતી. ચોપડી વગર બધું જ મોઢે જ ભણાવવાનું. મૂળસૂત્રો .. તેની ટીકાઓ .. તેનાં દૃષ્ટાંતો, સાધનિકો માટેનાં સાક્ષસૂત્રો બધું જ કંઠસ્થ. રાજધાની એક્સપ્રેસની જેમ બોલતા જ જાય. આગળના ચાર અધ્યાયની અંદરનાં સૂત્રોને જે પ્રત્યય લાગતા હોય, તે પ્રત્યયો પાછળના છઠ્ઠા-સાતમા અધ્યાયમાં આપેલા હોય, તો તે તેમને ગોતવા ન પડે.
કહે, જોઈ લ્યો ૭-૩-૩૨, ૭-૪-૪૨, ૫-૨-૨૬ ધડાધડ અધ્યાય - પાદ અને સૂત્રની સંખ્યા બોલતા જ જાય. આપણે નંબર જાણ્યા પછી ગોતતાં થાકીએ પણ તેઓ બોલતાં ન થાકે. સાથે જરૂર પડે ત્યાં બૃહવૃત્તિ - મધ્યમવૃત્તિના જરૂરી references પણ ટાંકતા જાય, સાથે વ્યાકરણને લગતા ન્યાયસંગ્રહના ન્યાયો પણ સમજાવતા જાય. આ બધાં સંસ્કરણો દ્વારા અધ્યયનને એટલું સરસ અને સરળ બનાવતા કે વ્યાકરણ ભણનારને એમ ન લાગે કે હું વ્યાકરણ જેવો શુષ્ક વિષય ભણું છું. શુષ્કતાને રોચકતાસભર બનાવવામાં તેમની માસ્ટરી હતી. ભણાવતાં ભણાવતાં તેઓ કાયમ કહેતા, “તમને જે શંકા થાય તે પૂછો. આ આમ કેમ? આ આમ કેમ નહીં? આવું વિચારી શંકાઓ ઊભી કરો. શંકા થશે તો સમાધાન મેળવવા પ્રયત્ન થશે. તો જ ક્ષયોપશમ વધશે ને વ્યાકરણનું સાંગોપાંગ જ્ઞાન થશે. વ્યાકરણમાં જેટલી શંકા થાય એટલું જ આવડ્યું કહેવાય.” સવા પૃષ્ઠન ભાવ્યમ્ ! -- શંકાઓ ઊભી કરો. જેને શંકા થતી નથી તે ઊંડાણ સુધી પહોંચતો નથી. શાસ્ત્રમાં શંકા કરો તો સમકિત જાય. વ્યાકરણમાં, ન્યાયમાં શંકા ન કરો તો ભણવાની મજા જાય. આવાં તેમનાં સચોટ અને અનુભવગમ્ય વાક્યો આજે વર્ષો પછી પણ કાનમાં ગુંજયા કરે છે. તેનું સ્મરણ થતાં મન કૃતજ્ઞતાભાવથી ઝૂકી જાય છે.
ચાર મહિના તેમની પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો. ૪ અધ્યાય પૂર્ણ કર્યા. પછી વિહાર થવાથી અભ્યાસ અધૂરો રહી ગયો. અવસરે અવસરે બીજા પંડિતો પાસે બાકીના અધ્યાયો પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org