Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
0
સ્વભાવમગ્ન પંડિતજી
ક્લે પૂ. મુનિ શ્રી ઉદયપ્રભવિજયજી મ.સા. જ
ગઈકાલ વાચનાથી આવ્યા બાદ હૃદયમાં ધ્રાસકો પડે તેવા પંડિતવર્ય, ઉપકારીશ્રી છબીલભાઈના નિધનના દુ:ખદ સમાચાર સાંભળ્યા, બે દિવસ પૂર્વે જ વિચાર આવેલ કે હવે પંડિતજી વૃધ્રુવયે સીમા સ૨ ક૨તા જાય છે, જો આવા શ્રાવકરત્ન ખૂટે તો જિનશાસનને કેટલી ઉણપ ભોગવવી પડશે, અને ખરેખર આવા સમાચાર સાંભળી પાંપણ ભીની થઈ, તેઓ ખૂબ સ્પષ્ટ વક્તા અને પ્રેમાળ ભાવે, કોઈ જાતની સ્પૃહા રાખ્યા વગર પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને સ્વતંતાન જેમ
અભ્યાસ કરાવતા હતા.
જ્ઞાન પુષ્પાંજલિ
છેલ્લી વયે પણ અશક્ત અવસ્થામાં તેઓએ જે યોગદાન પઠન-પાઠનમાં આપ્યું તે ખૂબ અનુમોદનીય છે, આમાંથી અમને સાધુઓને પણ બોધ પાઠ મળે છે કે શરીરની વધુ અશક્તિ આદિની ચિંતા રાખ્યા વગર બનતી કોશિશે ભણવા-ભણાવવામાં આળસ કે બેદરકારી ન જ કરવી...
તેઓને જયારે પણ દેહનું ધ્યાન-કાળજી રાખવાની વાત કરીએ તો એમ જ કહેતા આમ જ ભણાવતાં-ભણાવતાં ઢળી પડીશું તો સારું, હાય-હાય ન કરવું ‘હોય છે’-એમ વિચારવું ઇત્યાદિ અનેક બોધદાયી મુદ્દાઓ, વિચારો, સમાધાનો તેમનાથી જાણ્યા છે, માણ્યા છે.
સુરત (લાલબંગલે) ચોમાસું હતું ત્યારે ભણાવવા આવતા, અને તે વખત તેઓએ આવેલ સમાધિ મરણમય સ્વપ્રની વાત કરી હતી, તે ઉપરથી હું અનુમાન કરું છું કે તેઓ ચોક્કસ વિશિષ્ટ ગતિને પામ્યા છે...
તેઓ જે દિવ્યગતિને પામ્યા છે ત્યાંથી વ્હેલાસર આ જિનશાસનમાં ફરીથી અવતરી મુક્તિગતિના અધિકારી બનો એ જ શુભેચ્છા. ‘આ શાસનને હવે આવા “વૈયા રળી” ક્યારે
મળશે ? એ ચિંતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org