Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૯ )
, , ,
, ,
, " , "
, " . " " #
. . . . . . # (
શાનપુષ્પાંજલિ
આ હકીકત એ વાતનો નિર્દેશ કરે છે કે તેઓએ તે જ સાધ્વીજીઓને મૃત્યુના આગલા દિવસ સુધી અધ્યયન કરાવ્યું હતું. અને બીજે દિવસે જયારે તેઓ આવ્યા ત્યારે મૃત્યુની વાત જાણી તેમને સખત આઘાત લાગ્યો. પરંતુ થયેલ અન્યથા થતું નથી. જે વાસ્તવિકતા છે. તેનો સ્વીકાર કરવો જ રહ્યો. એમ સમજી ક્ષણવાર જીવનની અનિત્યતાનો બોધ આપી સ્વસ્થાને ગયા.
અંતિમ શ્વાસ સુધી અધ્યયન અને અધ્યાપન કાર્ય કરનાર આવા પંડિતવર્યો જૈનસમાજમાં વિરલ હશે, આવા વિરલ વ્યક્તિત્વશાલી પુણ્યાત્માનો ગુણાનુવાદ કરવો કે પ્રશસ્તિ કરવી કે શ્રદ્ધાંજલિ આપવી એ અત્યંત કઠિનકાર્ય છે. આપણે તો ફક્ત એમના સંસ્મરણોને આપણી મૃતિમંજૂષામાં જાળવી રાખીએ તો પણ ઘણું છે.
હે ગુણસાગર ! મારા આ પરાક્રમ, હું તારી પાસે જ કથી શકું. કહેતાં લાજ ઊપજે એવો, મારી અંદરનો ઓરડો છે. અવગુણની વખાર છું. હવે એથી ગુંગળાઉં છું. છતાં, તે સામેથી બોલાવી મને સાંભળ્યો. મને હવે આશા જાગી છે. મારી આ દશામાં પણ તારી દયા વરસે, તારો પ્રેમ સતત વરસતો રહે, અનરાધાર વરસતો રહે, તો, તારી એ પ્રેમળ–જયોતિના અજવાળે–અજવાળે હું પણ ઉજમાળ થઈશ. જાળાં દૂર કરતાંકરતાં અડાબીડ જંગલ પાર કરીશ. હવે મને, વાર નહીં લાગે. ચાલતાં વાર લાગે; ઊડતાં શી વાર ? તું તારા કૃપા-વિમાનમાં બેસાડી દે, પછી વાર શેની ?
-
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org