Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
+ + ( જ્ઞાનપુષ્પાંજલિ)
જે વિનમ્ર પંડિતજી કે
* પૂ. મુનિશ્રી લબ્લિનિધાન વિ. મ.સા. ૪
પંડિતવર્ય શ્રી છબીલભાઈના સ્વર્ગવાસના સમાચાર જાણી અત્યંત દુઃખ થયું, કારણ કે સર્વકલ્યાણકર શ્રી જિનશાસનમાં અનેકાનેક સાધુ-સાધ્વી ભગવંતોને અધ્યાપન કરાવનાર પંડિતજી હવે નથી.
લગભગ ૫૦ વર્ષ સુધી ખંભાતની શ્રી ભઠ્ઠીબાઈ પાઠશાળામાં તેમજ ત્યારબાદ સુરતમાં પણ એ જ અધ્યાપન યોગને જીવનના છેલ્લા શ્વાસ સુધી આરાધવા દ્વારા તેમણે શ્રી જિનશાસનની મહાન સેવા કરી છે અને આ રીતે તેમણે તો પોતાની સગતિ સાધી લીધી છે પણ હવે આપણે પણ એમની ભાવનાને યથાશક્તિ જીવનમાં આચરીએ અને એમની અનુમોદના કરવા દ્વારા આરાધનામાં ઉજમાળ બનીએ એ જ કર્તવ્ય છે.
અત્યંત ઉમદા સ્વભાવ તથા ચીવટપૂર્વક ભણાવવાની તેમની ધગશ અને પદાર્થને ઊંડાણથી સમજાવવાની કળા દાદ માગે તેવી હતી.
પૂજ્યપાદ દાદાગુરુદેવશ્રી ગચ્છાધિપતિશ્રીનું ચાતુર્માસ સુરતમાં સં. ૨૦૫૪ની સાલમાં કૈલાસનગરે થયું. એ જ વર્ષે આખા સુરતમાં લગભગ બધા જ સંઘોમાં પૂજ્યપાદશ્રીના આજ્ઞાવર્તી સાધુઓ ચાતુર્માસ બિરાજમાન હતા. તથા એ ચાતુર્માસ દરમ્યાન વિશ્વ રેકોર્ડ સર્જક ૩૫૦ માસક્ષમણની ભીખ તપશ્ચર્યા સુરતમાં થયેલ. મારા દાદાગુરુદેવશ્રીની પ્રેરણાથી ચાતુર્માસના ચાર મહિના અને આગળ પાછળનો ૧૫ મહિનો એમ કુલ પાર મહિના મને પંડિતશ્રી પાસે ભણવાનો લાભ મળ્યો હતો.
મેં શ્રી સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસન-લઘુવૃત્તિ વ્યાકરણ તેમની પાસે કર્યું, અત્યંત ચીવટથી, બધી સ્પષ્ટતા કરવા પૂર્વક તેમણે સુંદર અભ્યાસ કરાવ્યો. જેથી જટિલ એવા પણ ગ્રંથમાં સહેલાઈથી પ્રવેશ થયો. દેવ-ગુરુકૃપાથી અને પૂ. પંડિતશ્રીની મહેનત તથા આશીર્વાદથી ગ્રંથ સાંગોપાંગ પૂર્ણ થયો. ત્યારબાદ પૂ. હેમહંસગણિ વિરચિત “ન્યાયસંગ્રહ' (વ્યાકરણને લગતા ન્યાયોનો ગ્રંથ) પણ તેઓશ્રીએ કરાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org