Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જ્ઞાન પુષ્પાંજલિ
તેઓ વ્યવહા૨ના પણ એવાજ નિષ્ણાત હતા, ક્યારેય, કોઈ પણ સાધુ-સાધ્વીજી સાથે અભદ્ર વર્તન કરતા ન હતા. શાંતિથી, સૌજન્યપૂર્ણ રીતે સાચી હકીકત સમજાવતા.
૪૮
જૈનદર્શનનું, કર્મસિદ્ધાંતનું જ્ઞાન તેઓને સાચા અર્થમાં પરિણમ્યું હતું, પચ્યું હતું. અને તેથી જ તેમના જીવનમાં આવેલ ભયંકર, અકલ્પનીય આઘાતોને તેઓ જીરવી શક્યા હતા. સૌથી પ્રથમ અને સૌથી વધુ ભયંકર આઘાત તેમના જ્યેષ્ઠ પુત્ર યશવંતના મૃત્યુનો હતો. ઓ. એન. જી. સી.માં સારા પદે રહેલ યશવંતની બંને કિડની ફેઈલ થતાં, પંડિતજીના પત્ની લીલાબહેને પુત્ર યશંવતને કિડનીનું દાન કર્યું. મુબઈની જશલોક જેવી પ્રસિદ્ધ હોસ્પીટલના નિષ્ણાંત તબીબોએ આજથી ૨૫ વર્ષ પૂર્વે કિડની પ્રત્યારોપણનું ઓપરેશન કર્યું પરંતુ એ કિડનીદાન પણ પુત્ર યશવંતના આયુષ્યને લંબાવી શક્યું નહોતું. આ ઘટનાને તે વખતના મુબંઈ. સમાચારમાં પ્રસિદ્ધ લેખક પુષ્કર ચંદરનાકરે આલેખી હતી..
ત્યાર પછી પંડિતજીના જીવનમાં આવા-આધાતજનક- બનાવો અવારનવાર બનતા જ રહ્યા પણ દરેક પ્રસંગોએ તેઓએ સ્થિતપ્રજ્ઞ બની, જ્ઞાતા, દૃષ્ટા જ ભાવ બતાવ્યો છે. એ પ્રસંગોમાં તેમના જૈનદર્શનના તાત્ત્વિક જ્ઞાન/- સમજની કસોટી હતી. તેમાં તેઓ પાર ઉતર્યા હતા. તે વાતમાં કોઈ શંકા નથી.
પંડિતજી તરીકે તેઓ સિદ્ધહેમવ્યાકરણના તો એવા નિષ્ણાત હતા કે તેઓને સિદ્ધહેમલઘુવૃત્તિના પુસ્તકની પણ આવશ્યકતા રહેતી નહોતી. બધાં જ વૃત્તિ, ઉદાહરણ, સાધનિકા તેમની જીભે રમતા રહેતા એટલું જ નહિં તેમના ક્રમાંક નંબર(અધ્યાય/પદ/સૂત્રનંબર) કહી બતાવતા ત્યારે આશ્ચર્ય થયા વગર રહેતું નહિ.
અધ્યયન કરવું એ એમના વ્યવસાય કરતાં વ્યસન તરીકે વધુ રહ્યું હતું. અધ્યયન કરાવવામાં તેઓ ક્યારેય સમય-ઘડિયાળને લક્ષ્યમાં રાખતા નહોતા. અધ્યયન કરનાર થાકે નહિ ત્યાં સુધી તેઓને અધ્યયન કરાવતાં મેં જોયા છે. પૂજ્ય સાધુ મહારાજ કે પૂજ્ય સાધ્વીજી મહારાજ જ્યારે કહે કે બસ, પંડિતજી હવે કાલે' ત્યારે જ તેઓ અટકતા હતા.
સુરતમાં મૃત્યુના છેલ્લા દિવસ સુધી તેઓએ પૂ. સાધ્વીજી ભગવંતોને અધ્યયન કરાવ્યું છે. અરે, જે દિવસે સવારે મૃત્યુ પામ્યા, તે દિવસે મૃત્યુની થોડીક જ મિનિટો બાદ તેમના ઘરે અધ્યયન ક૨વા આવેલ પૂ.શાસન સમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના, ખંભાતના જ વતની ત્રણ સાધ્વીજીઓ પૂ.સા.શ્રી. આનંદપૂર્ણાશ્રીજી, પૂ.સા.શ્રી ધૈર્યપૂર્ણાશ્રીજી, પૂ.સા. શ્રી હેમપૂર્ણાશ્રીજીને પંડિતજીના પુત્ર શ્રી તરૂણભાઈએ કહ્યું: “સાહેબ ! આપ જરાક જ મોડા પડયા. આપ સહેજ વહેલા આવ્યા હોત તો બાપુજીને આપનું રજોહરણ લેવાની ભાવના હતી. તે પૂર્ણ થઈ જાત. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org