Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
( ૪૪ ) +
+ . . .
કે
જે - + '
. . . . " કા મ ર » »
A ( જ્ઞાનપપ્પા જલિ
પૈસાની તેમને મન કોઈ કિંમત ન હતી. તેઓ વિદ્વાનુ-પંડિત હોવા સાથે એક પરમ સુશ્રાવક હતા. ગુરુભગવંતોને ભણાવવામાં જીવનની ધન્યતા સમજતા. ગુરુદેવોનો પરમ વિનય સાચવતા. તેમની કોઈ પણ પ્રકારની આશાતના-અવજ્ઞા ન થાય તેની પૂર્ણ તકેદારી રાખતા.
તેમને બેસવા માટે એકના બદલે બે (૨) બ્લેકેટ મૂકતા તો તરત કાઢી નાખતા અને કહેતા, “આપ સર્વવિરતિધર છો, હું તો અવિરતિમાં બેઠેલો છું. આપની સામે બેસવાની મારી કોઈ જ લાયકાત નથી. આ તો ભણાવું છું એટલે સામે બેસવું પડે છે. હવે બે ધાબળા પર બેસીને ઉચ્ચાસણે''નો દોષ મારે નથી લગાડવાનો. તમારા કરતાં ઊંચા-મોટા-ગાદી જેવા આસને મારાથી બેસાય જ નહિ.”
છબીલદાસભાઈ જ્ઞાની, વિદ્વાન્ હોવાની સાથે ચુસ્ત આચારસંપન્ન હતા. ભણાવવા બેસતી વખતે સામાયિકમાં જ બેસતા જેથી એટલો સમય વિરતિમાં જાય. દિવસનાં ૫-૬ સામાયિક તો સહજ થઈ જતાં.
વિદ્વાનું અને જ્ઞાની, આ બેમાં ઘણું અંતર છે. જ્ઞાન સાથે આચાર-સંપન્નતા હોય તો તે જ્ઞાની કહેવાય. આચાર – સંપન્નતા વિનાના કોરા જ્ઞાનવાળાને પંડિત કે વિદ્વાનની ઉપાધિ અપાય.
પવિત્ર ગણાતા અધ્યાપનક્ષેત્રો આચારસંપન્નતા હોવી ખૂબ જરૂરી છે જે ૫. છબીલદાસભાઈમાં પૂરેપૂરી હતી. આચારચુસ્તતા હોય તો જ સામેની વ્યક્તિને ઠોસ જ્ઞાનદાન કરી શકાય જે સોંસરું ઊતરી જાય અને તે જ્ઞાન પરિણતજ્ઞાન અને સ્વ-પર ઉપકારક બને.
નવકારશી - ચોવિહાર - પૂજા - સામાયિક - પ્રતિક્રમણ – પ્રભુભક્તિ – તિથિઓની આરાધના – અભક્ષ્ય અનંતકાયાદિનો ત્યાગ, ઠંડાં પીણાં, આઇસક્રીમદિનો ત્યાગ, હોટલ – હિલ સ્ટેશનો હરવા - ફરવા ને જલસાબાજીનો ત્યાગ, નાટક, સિનેમા - T.V. વગેરેનો ત્યાગ, આવી આવશ્યક આચારમર્યાદાઓ પંડિતોના જીવનમાં અવશ્યમેવ હોવી જ જોઈએ. સાથે સદાચાર નીતિમત્તા અને પ્રામાણિકતા જેવા ગુણો પણ હોવા જ જોઈએ. તો જ તેમનું વાક્ય આદેય વાક્ય બને. તો જ તેઓ આચાર-વિચાર ને ઉચ્ચારની એકરૂપતાથી આદરપાત્ર બને.
આજે આચારસંપન્નતા અને આચારચુસ્તતાની બાબતમાં કેટલાક અપવાદ સિવાય પંડિતો અને વિદ્વાનોનું સ્તર ધીમે ધીમે નીચું થતું જોવા મળે છે જે ઘણો ગંભીર ચિંતાનો વિષય છે. એક બાજુ પંડિતો ઘટતા જાય અને બીજી બાજુ જે હોય તેમાં પણ આચારસંપન્નતા ઘટતી જાય, ત્યારે સંઘને સારાં-ઊંચાં આલંબનો મળવાં ઘણાં મુશ્કેલ બને છે.
સૌથી મોટા ગુણો તેમના કહી શકાય તો તે હતા નમ્રતા અને સરળતા.
વિદ્વત્તા સાથે નમ્રતાનો મેળ લગભગ ઓછો જોવા મળે. વિદ્વાન્ વ્યક્તિઓમાં ઓછેવત્તે અંશે અહંકારની છાંટ જોવા મળે. પંડિતશ્રી છબીલભાઈ તેમાં અપવાદરૂપે હતા. વયથી – અનુભવથી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org