Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જાલ
જૈનશાસનની પ્રભાવકતાને પ્રસરાવતી પુણ્યપ્રતિભા. A પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ
પૂ.આ.ભ.શ્રી વિજયયશોભદ્રસૂરિજી મ.સા. (ડહેલાવાળા) 8 શ્રી જિનેશ્વર પરમાત્માનો આ જગત ઉપર અજોડ ઉપકાર છે. તીર્થંકરપણાના ભાવમાં કેવલજ્ઞાન પામ્યાબાદ પ્રભુ અવિરત પરોપકાર કરે છે. પ્રભુ જે ઉપકાર જગત ઉપર કરે છે, તેના કરતાં કંઇગણો ઉપકાર પરમાત્માનું શાસન કરે છે. પ્રભુ મહાવીરે ૩૦ વર્ષની વયે સંયમજીવનનો સ્વીકાર કર્યો, ત્યારબાદ સાડાબારવર્ષ સુધી પ્રભુએ મૌનપૂર્વક સાધના કરી, સાધનાના ફળ સ્વરૂપે કેવલજ્ઞાન-કેવલદર્શન પામ્યા. શાસનની સ્થાપના કરી. પ્રભુએ ૩૦વર્ષ પર્યન્ત સમવસરણમાં બિરાજીત થઈ દેશના આપી. ૩૦ વર્ષમાં કેટકેટલાય આત્માઓએ આત્મકલ્યાણ સાધ્યું. પરમાત્માના સ્વમુખેથી વાણી સાંભળી ઘણા આત્માઓ સગતિ, સિદ્ધિગતિ સાધી ગયા, પરમાત્માકરતાં પરમાત્માના શાસનનું આયુષ્ય વધારે હોય છે અને તેથી જ શાસનનો ઉપકાર પ્રભુ કરતાં કંઈ ગણો ચઢી જાય છે. (શાસન પ્રભુનું જ છે તેથી પરંપરાએ ઉપકારી પ્રભુ જ છે.)
આવા શાસનમાં કંઇક એવા વિરલ આત્માઓ છે જે શાસનને સંપૂર્ણ વફાદાર રહીને શાસનને માટે ન્યોચ્છાવર થઈ જતા હોય છે. આવા આત્માઓથી જ શાસન હજારો વર્ષો પર્યન્ત ચાલે છે.
શાસનના મુખ્ય ચાર અંગ છે, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ ચારેય અંગોનો શાસનનો જયજયકાર કરવામાં અદ્ભુત સહયોગ રહ્યો છે. પૂર્વકાલમાં થઇ ગયેલા શ્રાવક, શ્રાવિકાના અંગમાં ભરત ચક્રવર્તી, સગરચક્રવર્તી, સૂર્યયશારાજા, દશાર્ણભદ્રરાજા, સુદર્શન શેઠ, સુલસા, રેવતી, વિજયશેઠ, વિજયાશેઠાણી, સુભદ્રાસતી, અંજનાસતી આદિ અનેકાનેક ઉત્તમોત્તમ આત્માઓએ શાસનને હૈયામાં સ્થાપિત કરી ઉચ્ચકોટિની સાધના કરી છે.
આ શ્રાવકજંગમાં કલિકાલમાં વર્તમાનમાં એક એવા વિરલ આત્મા થયા કે જેઓએ જ્ઞાનયોગ દ્વારા જબરજસ્ત શાસનની સેવા કરી છે. એ ઉચ્ચ સાધક-વિદ્વાનૂ-જ્ઞાની આત્મા છે પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ.
પંડિતવર્યશ્રીના જીવન ઉદ્યાનમાં નજર કરીએ તો અનેકવિધ સગુણોના ખુશબોદાર ફુલો જોવા મળે. એમની વિદ્વત્તા-નિસ્પૃહતા-નિરાભિમાનતા જેવા ઉડીને આંખેવળગે એવા ગુણો હતા.
મોટા મોટા આચાર્ય ભગવંતોને પણ તેઓશ્રી ઉપર જબરજસ્ત માન હતું. શાસનના કેટલાય જટીલ પ્રશ્નોના નિરાકરણ માટે પણ તેઓની યોગ્ય સલાહ લેવામાં આવતી હતી. તેઓશ્રી નીડર પણ એટલા જ... સત્યવાત કરવામાં જરાય ખચકાટ ન અનુભવે. પંડિતવર્યશ્રીએ કેટકેટલાય સાધુ-સાધ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org