Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
' ર ૫ )
, મ, ન જ ' ક'
ર મ ",
“ " , " ક "* છ જ (
રશનપુષ્પાંજલિ
ભલે એકલા છે, જ્ઞાન ઓછું છે.
પરંતુ સાધુ ભોળિયા છે અને પૂ. જિનભદ્રવિજયજીનું એકલાનું ચાતુર્માસ મદ્રાસ સંઘે કરાવેલ. પંડિતજી છેવટ સુધી ભણાવવામાં હતા તે એમના અસ્થિમજ્જાવત્ બનેલ અધ્યાપન સૂચક ગણાય.
પૂ. મુનિ શ્રી સુધર્મસાગરજી મ. સા.
પંડિતજીને જોઈએ એટલે મોટાભાઈ અથવા કુટુંબીજન મળ્યા હોય એવો આનંદ થતો હતો. તેમની છેલ્લે છેલ્લે સંયમની ભાવના ખૂબ જ હતી અને મારી દીક્ષા ઉપર અચાનક આમંત્રણ વિના એકદમ છાણી મુકામે પધાર્યા ત્યારે તેમના હૃદયમાં સંયમ પ્રત્યે કેટલો ભાવ હશે તે જાણવા મળ્યું. તેમનો આત્મા જયાં હોય ત્યાં સદાય સમ્યગુજ્ઞાનની પરબ વહેતી રાખે અને તેઓશ્રીનો પરિવાર તેમનું અનુકરણ કરે. જિનશાસન પામી સંયમપથ સ્વીકારી પરમપદ શીધ્ર પામો એ જ મંગલકામના.
પૂ. મુનિ શ્રી સંયમસેનવિજયજી મ.સા.
વિદ્ધવર્ય શ્રી છબીલદાસભાઈએ આજીવન શ્રુતજ્ઞાનની ગંગા વહાવી હતી. તેમાં કેટલાયે સાધુ-સાધ્વીજી-જિજ્ઞાસુઓ જ્ઞાનાર્જન કરી ધન્ય બન્યા હતા. તેમની પાસે જ્ઞાન પ્રાપ્ત કરનારા આજે પણ તેઓને યાદ કરતાં આનંદ અનુભવે છે.
તેમના સ્વર્ગગમનથી શાસનને એક જબ્બર વિદ્વાન પંડિતવર્યની ખોટ પડી છે. જિનશાસને એક સ્થંભ ગુમાવ્યાનું દુઃખ છે.
પૂ. મુનિશ્રી હર્ષસાગરજી મ.સા.
એક મહાન જૈન પંડિતવર્ય તો હતા જ, પણ એક પીઢ શ્રાવક પણ હતા. તેમણે ભણાવવાના ક્ષેત્રમાં ૬૫ વર્ષ સુધી લગાતાર જે યોગદાન આપ્યું છે એનું વર્ણન કરવા શબ્દો નથી... તેઓ સરળતા, સહૃદયતા વગેરે ગુણોના સ્વામી હતા... મારા ઉપર તેઓશ્રીનો ખૂબ વિશિષ્ટ ઉપકાર છે... તેમની પાસેથી જ સિદ્ધહેમ વ્યાકરણ અંગેનું વિશદ્ જ્ઞાન મને મળ્યું અને તેના આધારે તેઓની સહાયથી ન્યાયસંગ્રહનો સુંદર ગ્રન્થ બહાર પડ્યો... બીજા તત્ત્વાર્થ સૂત્ર ગ્રંથમાં પણ તેમનો ઉપકાર મારા ઉપર સારો થયો છે... અફસોસ છે કે આવા પંડિતવર્ય આજે વિદાય થયા છે... આથી જૈનસંઘને ખૂબ મોટી ખોટ પડી છે.
તેઓશ્રી જીવનપર્યત પોતાની નાદુરસ્ત તબિયતમાં પણ સાધુ-સાધ્વી ભગવંતોને ભણાવતા રહ્યા અને શ્રુતજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ વધુને વધુ કરતા રહ્યા. તેથી જરૂર તેઓની ઉચ્ચગતિ જ થઈ હશે... તેઓનો આવો હૃદયપૂર્વકનો ધર્મ જરૂર તેઓના આત્માનું કલ્યાણ કરશે અને આ વાત ખૂબ હર્ષ ઉપજાવે એવી છે કે તેઓ જીવનને સફળ બનાવી ગયા.
પૂ. મુનિ શ્રી રત્નવલ્લભવિજયજી મ.સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org