Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
એમને સાચી અંજલિ આપી ગણાશે. સમ્યગુજ્ઞાનનો પ્રચાર વર્તમાનમાં બહુ ઓછો છે તેને જીવંત રાખવાની આપણી સહુની ફરજ આપણે ન ભૂલીએ !
પંડિતજી તો જીવનની છેલ્લી ઘડી સુધી જ્ઞાનોપાસના કરી જીવનને જ્ઞાનમય બનાવીને ગયા છે. જ્ઞાન એ અમૃત છે એ વાત પંડિતજીએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરી હતી. વૃદ્ધ અવસ્થા હોવા છતાંય જ્ઞાનદાન માટે સદા નવયુવાન બની રહેતા પંડિતજી જેવો અપ્રમત્તભાવ બહુ ઓછો જોવા મળે છે પંડિતજીને ખૂબ નજીકથી જાણવા અને માણવાનો પ્રસંગ પ્રાપ્ત થયેલો, કોઈ પણ પ્રશ્નનો પ્રત્યુત્તર આપવાની તેમની ઔત્પાતિકી બુદ્ધિ દાદ માગી લે તેવી હતી. સાહજિક સરળતા પણ એટલી હતી. સાધુ-સાધ્વીજી પ્રત્યે સભાવ પણ અનહદ હતો. હવે આવા પંડિતજી મળવા અસંભવ નહિ, તો અશક્ય તો જરૂર છે.
૧
-
ધર્મની શક્તિ સર્વ કર્મને ચૂરવાની શક્તિ ધર્મમાં છે. અને ચાર ગતિમાં ભટકાવવાની શક્તિ કર્મમાં છે. કર્મ ઉપર ધર્મની જ શક્તિ ચાલે છે.
ધર્મને અનુકૂળ થવાથી કર્મસત્તા અનુકૂળ બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org