Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જ્ઞાન પુષ્પાંજલિ
હોઉં, સાધુ-સાધ્વી મહારાજને ભણાવતો હોઉં અને દેહ છૂટી જાય એવું મૃત્યુ મને જોઈએ છે.’” એમની આ ભાવના અને આ સમાધિની ચાહત જોઈને અમે - સાધુઓની આંખો પણ હંમેશાં ભીની થઈ જતી અને આનંદ એ વાતનો છે કે તેઓ જેવી ઇચ્છા ધરાવતા હતા તેવી જ સમાધિ તેમને મરણવેળાએ મળી. માગ્યું મોત જ નહિ, ઝંખેલી સમાધિ પણ તેમને મળી અને તેઓ જીવન-મરણ બન્નેને અજવાળી ગયા. પંડિત-મૃત્યુ (બેય અર્થમાં) તે આનું નામ. આવા સમાધિમરણની તો અનુમોદના જ હોય.
૩૩
અંગત રીતે મારો તથા પંડિતજીનો સંબંધ તદ્દન જુદી રીતનો હતો અને એ સંબંધને નાતે તેમની વિદાયથી મને જે ક્ષતિ અનુભવાય છે, તે અવર્ણનીય-અપૂરણીય જ રહેશે. શાસનસંઘની અનેક સળગતી સમસ્યાઓ ઉકેલવામાં પરસ્પરનો એક સબળ આધાર હતો, જે હવે ખતમ થયો છે. ઘણી બધી વેળાએ અંગૂઠે કમાડ ઠેલવાની રીતે પરોક્ષ, ૫૨, નિર્લેપ રહીને જ વિકટ પ્રશ્નોનો ઉકેલ થયો - થતો હતો, તે દિશા હવે સમાપ્ત થઈ છે, તેનું દુ:ખ સદા રહેશે. પરંતુ કાળસત્તા આગળ ફરિયાદ કરવાનો અર્થ શો ?
એમના સમાધિ-પૂત આત્માની શાંતિ પ્રાર્થીએ.
-
મહુવા જૈન સંઘ દ્વારા સૌ પ્રથમ સુવર્ણચન્દ્રક પ્રાપ્ત કરનાર બે વિદ્વાન્ પંડિતજીઓ બાહ્ય સન્માનથી પંડિતજી હંમેશાં દૂર રહ્યા પરંતુ મહુવા શ્રીસંઘને એક અદ્ભુત અવસર મળ્યો. પૂ.પાદ આ.ભ. શ્રીમદ્ વિજ્યનેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના વિદ્વાન્ આચાર્ય ભગવંતોના ઉપકારને કારણે પૂ.આ.ભ. શ્રીમદ્રિયનેમિસૂરીશ્વરજી મ.સા.ના પુણ્યનામથી અંકિત માત્ર સુવર્ણચન્દ્રક શ્રી મહુવા જૈન સંઘના આગ્રહને વશ થઇ પંડિતજીએ સ્વીકાર્યો હતો. આવા જ નિઃસ્પૃહી બીજા પંડિતજી શ્રી કપૂરચંદભાઈ
-
શ્રી શત્રુંજય મહાતીર્થ ધામ-પાલીતાણામાં શ્રી જૈન શ્રેયસ્કર મંડળ – મહેસાણા સંચાલિત સૂક્ષ્મ તત્ત્વબોધ જૈન પાઠશાળામાં પચાસેક વર્ષ સુધી હજારો પૂ.સાધુ ભગવંતો તથા પૂ.સાધ્વીજી ભગવંતોને અભ્યાસ કરાવનાર દ્રવ્યાનુયોગના પ્રખર વિદ્વાન્, સિદ્ધહસ્ત લેખક, તાત્ત્વિક ચિંતક, અનેક ગ્રંથોનું સંપાદન તથા પ્રસ્તાવના લખનાર, નિઃસ્પૃહી પં.વર્યશ્રી કપૂરચંદભાઇ આર. વારૈયાનું પણ સુવર્ણચન્દ્રક અર્પણ કરી મહુવા જૈન સંઘે સન્માન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org