Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
(૨૮ )
1. ક
+ " . "
જ " - - - * * * * * (
જ્ઞાનપુષ્પાંજલિ
પૂ. શ્રમણભગવતો, પૂ. સાધ્વીજી ભગવતો, વિદ્વાનો તથા શ્રેષ્ઠીઓનો પ્રતિભાવ
જ્ઞાનગંગા વહાવતા પંડિતજી ! આ
* પૂ. આ.ભ.શ્રી. વિજયરાજેન્દ્રસૂરિજી મ.સા. (કલિકુંડતથી ૪
ની બુદ્ધિ છે જેની તે પંડિત. પંડિત નામ ધારી બનવું સહેલું છે પણ ગુણધારી બનવું મુશ્કેલ છે. શબ્દની વ્યુત્પત્તિ જાણી શકે પણ વ્યુત્પન્નમતિવાળા હોય તો તેના ભાવને સમજી શકેસમજાવી શકે. જૈનસંઘમાં જાણીતા અને માનીતા પંડિતજી તરીકે પ્રસિદ્ધ થયેલ છબીલદાસભાઈ જેવું નામ તેવું કામ. મનમોહક છબી દ્વારા સહુના ઉપર છવાઈ જવાની એક અપૂર્વ કળા છબીલદાસભાઈને હસ્તગસ્ત થઈ હતી.
તેઓ જ્ઞાતા હતા-દષ્ટા હતા-સ્રષ્ટા હતા. અનેક વિષયોના પારંગત હતા. ભાભરમાં જન્મ લઈ ભારતમાં નામ રોશન કરનાર પંડિતજીએ પોતાનું કાર્યક્ષેત્ર ખંભાત બનાવ્યું. ખંભાતમાં રહી-પૂજય સાધુ-સાધ્વીજી-શ્રાવક, શ્રાવિકાવર્ગને સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ અને ન્યાયનો અભ્યાસ કરાવવાનો અપ્રમત્ત પણે કાર્યક્રમ ચાલુ કર્યો... પંડિતજી સ્વભાવે સરળ પણ અધ્યાપનમાં કડક...પાઠ કરીને ન લાવે તો તે ચલાવી લેવાનું નહિ. જ્ઞાનનું વ્યસન એવું પડી ગયેલું કે રાતદિવસ અધ્યયન-અધ્યાપનમાં રત જ રહે... ભૂલાઈ ગયેલ સિદ્ધહેમ વ્યાકરણને ફરીને પ્રસારિતપ્રચારિત કરવામાં કોઈનો વિશેષ ફાળો હોય તો પંડિતજીનો છે. એમ કહેવું અતિશયોક્તિ નહિ ગણાય. વ્યાકરણ એમનો મૂળ વિષય, અનેક સાધુ-સાધ્વીજીઓને વ્યાકરણ જ્ઞાનમાં પ્રવીણ બનાવ્યા. અનેક પંડિતોને પણ અધ્યાપન રસિક બનાવ્યા.
છેલ્લા વરસોમાં સુરતમાં રહ્યા. શરીર નાદુરસ્ત હતું છતાંય ભણાવવાનું છોડ્યું નહોતું. પંડિતજી કહેતા “ભણાવવામાં મારો સમય સુંદર રીતે પસાર થાય છે તેમનું જ્ઞાન અગાધ હતું. જ્ઞાન પચાવવાની તાકાત પણ ગજબની હતી. જ્ઞાતા બન્યા છતાં અભિમાનનો અંશ એમનામાં ન હતો. એજ મોટી પંડિતજીની સિદ્ધિ હતી.
એમનું બહુમાન થયું ત્યારે વિનમ્રભાવે બહુમાનની થેલીને પાછી ઠેલી અપરિગ્રહદશાનું એમણે ભાન કરાવ્યું હતું. ભાભરના ભૂષણ નહિ પણ ભારતના ભૂષણ સમા પંડિતજીના અવસાનથી એક જ્ઞાની પુરુષની ખોટ પડી છે. આવા જ્ઞાની પંડિત-શ્રાવકશીલ પંડિત મળવા મુશ્કેલ છે.
જ્ઞાનની આભા અને પ્રતિભાની જીવંત મૂર્તિ સમા પંડિતજીનો આજે આપણી સહુની વચ્ચે અક્ષરદેહ વિદ્યમાન છે. એમના સત્કાર્ય ને જ્ઞાનની ગંગાને સદા વહેતી રાખીએ એજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org