Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જ્ઞાન પુષ્પાંજલિ
મૂર્ધન્ય પંડિતવર્ય શ્રી છબીલભાઈના દેહ-ત્યાગના સમાચાર સાંભળ્યા. આઘાતજનક સમાચાર કહેવાય.
૨૬
પંડિતવર્યશ્રીએ શાસનની જે અનમોલ સેવા પોતાના જીવન દરમ્યાન કરી છે તે અવિસ્મરણીય છે.
હવે... કદાચ... તેઓશ્રીની ખાલી જગ્યા કોઈ પૂરી નહીં કરી શકે.
એમના જવાનો શોક કરવા કરતાં એમના જીવનની સુવાસ આપણામાં પણ અવતરે... એવો પ્રયાસ કરવો એ જ આ શ્રેષ્ઠ જન્મની સફળતા છે.
પૂ. મુનિશ્રી મલયચંદ્રસાગરજી મ.સા.
પંડિતજીએ મહેસાણા યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળામાં જ્ઞાન પ્રાપ્ત કરી પૂ.ગુરુભગવંતો સાધ્વીજી ભગવંતો, મુમુક્ષુ શ્રાવક-શ્રાવિકાઓને જ્ઞાનદાનનો ખૂબ જ ભગીરથ પુરુષાર્થ પ્રારંભ કરેલ તે જીવનની અંતિમ ક્ષણ સુધી ચાલુ રહેલ અને અનેકના જીવનમાં જ્ઞાનજ્યોતિ પ્રગટાવવાનું જે કાર્ય કર્યું છે તેની ખૂબ જ અનુમોદના કરીએ છીએ. સદ્ગત આત્મા જ્યાં હોય ત્યાં પરમશાંતિ પામી
પરમપદને પામે તેવી અભ્યર્થના.
પૂ. મુનિશ્રી અર્હપ્રભવિજયજી. મ.સા.
શ્રાદ્ધવર્ય પંડિતશ્રી છબીલભાઈ દિવંગત થયા તે સમાચાર જાણી અત્રે સંઘના આરાધકો તેમજ પૂ. સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંતો ઘેરા શોકની લાગણી અનુભવે છે. તેઓશ્રીની વિદાયથી જૈનસમાજને ઘણી મોટી જલદીથી પૂરી ના શકાય તેવી ખોટ પડી છે. તેઓશ્રીના સાનિધ્યમાં ઘણા મુમુક્ષુઓ અભ્યાસ કરી સંયમ સ્વીકારી શાસનમાં ચમકતા સિતારાની માફક ઝળહળી રહ્યા છે.
પરમાત્માની પરમકૃપાથી તેમનો આત્મા પરમશાંતિ પામે અને વહેલામાં વહેલી તકે શાશ્વત એવા મોક્ષ સુખને પામે તેવી અંતઃકરણની પ્રાર્થના.
પૂ. મુનિ શશીચંદ્ર વિ. મ. સા., પૂ. મુનિ શ્રેયચંદ્ર વિ. મ. સા.
પંડિતજીનો ઉપકાર સમસ્ત તપગચ્છ જૈન સંઘો ઉપર હતો. વિશેષમાં ખંભાતના સંઘમાં હતો એ ભૂલી ન શકાય.
એમના જ્ઞાનદાનથી કેટલાય સંવેગી-સાધુ-સાધ્વી જ્ઞાન આરાધના સાથે સંયમ સાધના કરી શક્યા છે. પંડિતજીની પ્રેરણાથી ઘણી સંખ્યામાં ભાઈ-બહેનો સંયમ માર્ગે આવ્યા છે. ખોટ તો ક્યારેય પુરાય એવી નથી.
પૂ. મુનિશ્રી પુષ્પચંદ્રવિજયજી, મ.સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org