Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જ્ઞાન પુષ્પાંજલિ
નશ્વરદેહ દ્વારા શાશ્વત સ્થાનને ઉપકારક એવા સમ્યજ્ઞાન ગ્રહણ અને અધ્યાપન કરાવવા દ્વારા જીવનને આદર્શરૂપ બનાવનાર પંડિતજીની અનુમોદના કરીએ છીએ.
૨૧
પંડિતજીએ પોતાનો દેહ સમ્યજ્ઞાનના દાનમાં જ પૂર્ણ કરેલ છે. અમે પણ તેમની પાસે અભ્યાસ કરેલ છે.
સદ્ગત આત્માના સમ્યજ્ઞાનના યજ્ઞને પુનઃ પુનઃ સ્મૃતિમાં લાવીને ઉપકારોને યાદ કરીએ. જિનશાસનમાં એક મહાન પંડિતની ખોટ પડી છે.
પૂ. આ. ભ. શ્રી રત્નાકરસૂરિજી મ. સા.
જૈનશાસનમાં જગત હિતકર્તા પંચપરમેષ્ઠિભગવંતો છે. તે પછી દેશિવરતિધરોમાં અગ્રિમ, આચાર સંપન્ન, વિશિષ્ટ વ્યક્તિત્વના ધણી, અને ઉચ્ચકોટિના બહુશ્રુત વિદ્વાન્ અને વિનમ્રતાયુક્ત પંડિતવર્યશ્રી છબીલદાસભાઇનું નામ આપી શકાય.
જેમની ચિરવિદાયથી શ્રમણ-શ્રમણીવૃંદે એક સમર્થ બાપ ગુમાવ્યો હોય તેવું ઊંડુ દુઃખ અનુભવેલ છે. મુનિશ્રી રાજતિલકસાગરજી તથા મુનિશ્રી ધર્મકીર્તિસાગરજી તે વખતે ખંભાતના ચોમાસામાં બાલમુનિ હતા. તેમનેપણ ખૂબજ સ્નેહ ને પ્રેમથી અધ્યયન કરાવ્યું હતું.
વાત્સલ્ય સાથે વિદ્યાદાનનું એક નિર્વ્યાજ વ્યસન હતું એમ કહી શકાય.
જીવનની સાધનાના અંતિમ લક્ષ્ય સ્વરૂપ સમાધિ મરણને પ્રાપ્ત કરી જીવનને સફળ બનાવી ગયા. હવે તો છબીલભાઇ ગયા અને તેમની છબી રહી ગઇ જે અનેકોના જીવનને આદર્શરૂપ બની રહેશે. પૂ.આ.ભ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા. (પૂ. પં. શ્રી અભયસાગરજી મ.સા.ના શિષ્ય) પંડિતજી જ્ઞાનપ્રસારમાં પ્રખર હતા. શાસનને ઘણી મોટી ખોટ પડી છે. સદ્ગતનો પુણ્યાત્મા ઉત્તરોત્તર જિનશાસન પામી સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરી શાશ્વત સુખ પામે.
પૂ. આ. ભ. શ્રીભદ્રસેનસૂરિજી મ.સા.
ન
સ્વર્ગસ્થ પંડિતવર્યશ્રી છબીલદાસનો મને કોઈ જ પરિચય ન હોવા છતાં જે રીતે એમના વિશે સાંભળ્યું છે એના આધારે એમ લાગે કે તેઓ માત્ર વિદ્વાન્ પંડિત જ ન હોતા પરંતુ પીઢ અને પરિણતશ્રાવક પણ હતા.
વર્તમાનમાં વિદ્યમાન અનેક સાધુ ભગવંતો અને આચાર્ય ભગવંતોને પણ ભણાવીને તૈયાર કરવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું હતું. આવા પંડિતજીઓની ખોટ પુરાતી ન હોવાથી વેદના આપણી સહુની હોવા છતાં તેનો અફસોસ જ માત્ર કરીને અટકી જવાના બદલે તે ખોટ પૂરાય એવા યોગ્યદિશાના પ્રયત્નો માટે આપણે સહુ સજાગ બનીએ એ જ
પૂ.આ.ભ.શ્રીનરરત્નસૂરિજી મ. સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org