Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
(૧૬)* * * * * * * * * * * * * * * * ( જ્ઞાન પુષ્પાંજલિ )
પંડિતજી ગયા પરંતુ સદ્દગુણોની સુવાસ મુકતા ગયા છે. એક દીપક હજારો દીપક પ્રગટાવે તેમ પંડિતજીએ અનેક જ્ઞાનદીપક પ્રગટાવ્યા છે.
પૂ. આ. ભ. શ્રી જિતેન્દ્રસાગરસૂરિજી મ. સા.
પંડિત શ્રી છબીલદાસભાઈનો પરિચય વિ. સં. ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૨માં ખંભાતના ચાતુર્માસમાં થયો. વ્યાકરણ-કાવ્યાદિમાં વિદ્વત્તા સાથે સંસ્કૃત ભાષા ઉપર ઘણું જ પ્રભુત્વ હતું.
સાધુ-સાધ્વીઓને ઉત્સાહથી, આત્મીયતાથી અધ્યયન કરાવતા. વાસ્તવિકરીતે એમની શિક્ષણ પદ્ધતિ એ એક સરસ્વતીની દેન હતી.
આવા સમર્થવિદ્વાનની ચિરવિદાયથી જિનશાસનને ઘણી જ મોટી ખોટ પડી છે. વર્તમાનમાં આવા મહાન વિદ્વાન પંડિતજી મળવા ખૂબ જ મુશ્કેલ છે.
શે ભૂલાય... આવા વિદ્વાન્ શિરોમણિ પંડિતજીને... શે ભૂલાય... એમની આત્મીયતા અને શિક્ષણ પદ્ધતિને શે ભૂલાય... એમની ઉદારતાને... શે ભૂલાય... એમની જ્ઞાનપિપાસાને... આવા અજોડ, મહાન, વિદ્વાન્ પંડિતજીનું સંસ્મરણ સદૈવ જિનશાસનમાં રહ્યું છે અને રહેશે.
દિવંગત તેઓશ્રીનો આત્મા પુનઃ પ્રભુશાસનને પામી સમ્યગુજ્ઞાન પ્રદાન કરી-કરાવી અમરતાને પ્રાપ્ત કરો. એ જ શુભાભિલાષા.
પૂ. આ. ભ. શ્રી સ્થૂલભદ્રસૂરિજી મ. સા.
ચતુર્વિધ શ્રી સંઘમાં ભણાવવા દ્વારા જબરજસ્ત જ્ઞાનની ભક્તિ કરી છે. આ વારસો ભવિષ્યમાં
- જીવંત રહેવો જોઈએ. પંડિતજીની જ્ઞાનની આરાધનાની સ્મૃતિરૂપે ઉચ્ચ અભ્યાસ કરવાની ધાર્મિક પાઠશાળા થાય તેમ હું ઈચ્છું છું.
પૂ.આ.ભ.શ્રી.પ્રભાકરસૂરિજી મ. સાહેબ (પૂ.આ.ભ.શ્રી રામચન્દ્રસૂરિજી સમુદાય)
પંડિતજીના સ્વર્ગવાસથી શાસનને અને વિદ્વાનોને ખોટ પડી છે.
મારા પરમ ઉપકારી હતા. એમના પ્રયાસો અને ગુરુકૃપાથી જ આજે આ સ્થાન ઉપર છું. એમનો ઉપકાર જીવનભર ભૂલાય તેમ નથી. અભ્યાસની સાથે ઉત્તમ કોટિની વાતો પિરસતા જેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org